________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથી, ઘોડા, આભૂષણો અને વસ્ત્રો વગેરેનું પ્રતિદાન આપ્યું. મહાસામંત લક્ષ્મીકાંતે પણ લગ્નમાં આવેલા સર્વેનો ઉચિત સત્કાર કર્યો અને પ્રીતિભોજન આપ્યું. વાજિંત્રોના મધુર નિનાદથી લગ્નમંડપ. ગુંજી ઊઠ્યો.
મિત્રોએ, સ્વજનોએ અને નગરશ્રેષ્ઠીઓએ વર-વધૂને ખૂબ જ પ્રેમથી અભિનંદન આપ્યાં. શુભેચ્છાઓ વ્યક્ત કરી અને પૂજ્ય પુરુષોએ આશીર્વાદ આપ્યા. લગ્ન-મહોત્સવ ભવ્યતાથી ઊજવાઈ ગયો.
૦ ૦ ૦ સિંહકુમાર અને કુસુમાવલીની જીવનયાત્રા સુખપૂર્ણ, આનંદપૂર્ણ અને પ્રસન્નતાપૂર્ણ ચાલી જાય છે. તેમના દાંપત્યજીવનમાં કોઈ વિખવાદ પેદા નથી થતો. કઈ ખટરાગ નથી જન્મતો કે કોઈ વિચારભેદ ઉત્પન્ન નથી થતો. આ મહાકથાના મૂળ લેખક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ એવો એક પણ પ્રસંગ આલેખ્યો નથી.
શું આવું દાંપત્યજીવન હોઈ શકે? આવો પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવી શકે છે, પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં, આવું દાંપત્યજીવન સંભવિત લાગે છે. પૂર્વજન્મોમાં સંચિત પુણ્યકર્મ જો સાતત્યવાળાં હોય, નિરાબાધ હોય, અખંડિત હોય તો એના ફળરૂપે મળનારાં સુખોમાં દીર્ઘકાલીન સાતત્ય હોઈ શકે. તે સુખો નિરાબાધ અને અખંડ હોઈ શકે. એ સુખભોગમાં કોઈ દોષ કે દુઃખ આવી શકે નહીં. સુખની ધારાને ખંડિત કરી શકે નહીં.
મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેનારાં સ્ત્રી-પુરુષોનું જીવન વિશિષ્ટ કોટિનું હોય છે. ત્યાં સર્વકાળે જીવો ભૌતિક દૃષ્ટિએ સુખી હોય છે. માટે ત્યાં સદેવ “સુષમકાળ' હોય છે. અર્થાત્ સુખમય કાળ હોય છે.
એમાં પણ, રાજપરિવારોમાં જન્મ પામનારા જીવો મોટા ભાગે ભૌતિક સુખોથી ભરપૂર હોય, તે સ્વાભાવિક છે.
પરંતુ એનો અર્થ એ નથી કે ત્યાં પાપકર્મો ઉદયમાં ન જ આવે. જે પાપકર્મ નિકાચિત બંધાયાં હોય છે, તે પાપકર્મ “મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઉદયમાં આવી શકે છે.. સિંહકુમારના જીવનનો અંત એવો જ કરુણ આવવાનો છે.
0 0 0 શ્રેષ્ઠ વૈષયિક સુખોનો ભોગપભોગ કરતાં કરતાં લાખો વર્ષો વીતી ગયાં છે. સિંહકુમાર અને કુસુમાવલીનો સુખમય સંસાર ચાલ્યો જાય છે.
એક દિવસની વાત છે.
વાત ઘણી ગંભીર છે. રસપ્રદ છે અને સિહકમારના તથા કુસુમાવલીના જીવન પરિવર્તનના પ્રારંભની છે. તેમના જીવનમાં કોઈ દિવ્યતત્ત્વ ઉમેરાય છે. નિત્ય ક્રમ મુજબ સિંહકુમાર પોતાના પ્રિય અશ્વ ઉપર બેસી ફરવા નીકળ્યો છે...
ભાગ-૧ # ભવ બીજો
ર00
For Private And Personal Use Only