________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર અને કુસુમાવલીનો વિવાહ થઈ ગયો. મહારાજા પુરુષદત્ત અને મહાસામંત લક્ષ્મીકાન્ત એક નજીકના વિશિષ્ટ સંબંધથી બંધાયા. બંને રાજપરિવારોએ ભેગા મળીને ભવ્ય આનંદોત્સવ ઊજવ્યો.
સિંહકુમાર અને કુસુમાવલી ચિત્રોના અને બીજી દુર્લભ વસ્તુઓના આદાનપ્રદાનથી વધુ નિકટ આવતાં ગયાં. એક-બીજા પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ થતો ગયો.
થોડા દિવસો પસાર થઈ ગયા. મહારાજા પુરુષદત્તે લક્ષ્મીકાન્તને લગ્નના મુહૂર્ત અંગે જણાવ્યું. લક્ષ્મીકાન્સે કહ્યું : “આપ જે મુહૂર્ત નક્કી કરો તે મને સ્વીકાર્ય છે." રાજ જ્યોતિષીને શ્રેષ્ઠ મુહૂર્ત કાઢવા માટે મહારાજા પુરુષદત્તે આજ્ઞા કરી. રાજ જ્યોતિષીએ વૈશાખ શુક્લા ત્રીજનું મુહૂર્ત આપ્યું. લગ્નની પૂર્વતૈયારીઓ આરંભાઈ ગઈ.
સમગ્ર જયપુરનગરને શણગારવામાં આવ્યું. રાજમહેલોને સજાવવામાં આવ્યા. નેહીસ્વજનો અને મિત્રોને નિમંત્રણ મોક્લવામાં આવ્યાં. રાજમહેલમાં અને નગરના મુખ્ય-મુખ્ય માર્ગો પર વાજિંત્રો વાગવા લાગ્યાં. નગરજનોએ ઉલ્લાસથી લગ્નોત્સવને માણવા માંડ્યો.
વૈશાખ સુદ ત્રીજનો શુભ દિવસ આવી લાગ્યો. વિવાહોચિત અનુષ્ઠાનોનો પ્રારંભ થઈ ગયો. એક બાજુ સિંહકુમારને શણગારવામાં આવ્યો, બીજી બાજુ કુસુમાવલીને શણગારવામાં આવી.
વર-વધૂને લગ્નમંડપમાં લાવવામાં આવ્યાં. તે સમયના રીત-રિવાજો મુજબ બધી ક્રિયાઓ સંપન્ન કરવામાં આવી. સમગ્ર લગ્નમંડપ સ્ત્રી-પુરુષોથી ભરાઈ ગયો.
અગ્નિના કુંડની પાસે વર-વધૂને સામ-સામે બેસાડવામાં આવ્યાં. રાજપુરોહિતે અગ્નિકુંડમાં ઘી હોમ્યું, પછી મધ હોમ્યું અને ડાંગર હોમી, અગ્નિ પ્રજ્વલિત થયો.
વર-વધૂએ અગ્નિને પ્રદક્ષિણા આપવાની શરૂ કરી. પહેલી પ્રદક્ષિણા વખતે મહાસામંત લક્ષ્મીકાંતે હજારો મણ સોનાનું પુત્રીને દાન આપ્યું. બીજી પ્રદક્ષિણા સમયે હાર, કંડલ, કડાં અને કંદોરા વગેરે આભૂષણોનું દાન આપ્યું. ત્રીજી પ્રદક્ષિણાના સમયે ચાંદીના થાળ... કચોળાં વગેરે વાસણો આપ્યાં અને ચોથી પ્રદક્ષિણાના સમયે હર્ષવિભોર બનેલા લક્ષ્મીકાન્ત પુત્રીને મૂલ્યવાન સેંકડો સાડીઓ વગેરે વસ્ત્રોનું કન્યાદાન આપ્યું.
એ વખતે મહારાજા પુરુષદને પુત્રવધૂને અમૂલ્ય રત્નોના અને મોતીના અસંખ્ય અલંકારો આપ્યા.
લગ્નમંડપમાં ઉપસ્થિત સ્ત્રી-પુરુષોને તેમની યોગ્યતા મુજબ અને મોભા મુજબ શ્રી સમરાદિત્ય મહાકથા
08
For Private And Personal Use Only