________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિલાસી હતા. વિષયાસક્ત હતા, મારા ઉપર તેમનો અગાધ પ્રેમ હતો... કેવી રીતે એમણે ચારિત્ર લીધું? એવું જ કોઈ વૈરાગ્યનું નિમિત્ત મળી ગયું હશે? સારું કર્યું છે એમણે જીવનને સફળ બનાવ્યું છે...
હું મારા માતા-પિતાની અનુમતિ લઈ, જ્યાં અનંગદેવ આચાર્ય વિચરતા હશે, ત્યાં જઈશ... તપાસ કરાવીશ કે તેઓ ક્યાં બિરાજે છે, પછી એમની પાસે જઈ, એમનાં દર્શન-વંદન કરી કૃતાર્થ થઈશ... અને ચારિત્રધર્મ સ્વીકારીશ.'
જિનમતીએ તેનાં માતા-પિતાને સમાચાર આપ્યા કે તું સાધુ બની ગયો છે. માતા-પિતાને ઘણું આશ્ચર્ય થયું. દુ:ખ પણ થયું. તેમણે જિનમતીને કહ્યું : ‘બેટી, ભલે તે સાધુ બની ગયો, તું અહીં અમારી પાસે જ રહેજે. કોઈ ચિંતા ના કરીશ...' ત્યારે જિનમતીએ પોતાનો નિર્ણય જણાવી દીધો. માતા-પિતા રડી પડ્યાં. ચારિત્ર ના લેવા જિનમતીને સમજાવી, પરંતુ જિનમતી પોતાના નિર્ણય પર અડગ હતી. જે માર્ગ મારા સ્વામીનો, એ માર્ગ મારો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાની સાથે જિનમતીએ તારી પાસે આવવા પ્રયાણ કર્યું. તેઓ જયમંગલા નગરીમાં આવી પહોંચ્યાં કે જ્યાં તું આચાર્ય અનંગદેવની પાસે હતો.
જિનમતીએ તારાં દર્શન કર્યાં. એ આનંદવિભોર થઈ ગઈ. તેણે કહ્યું : હે આર્યપુત્ર, આપે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. મોહના વિષવૃક્ષને છેદી નાંખ્યું છે. પુરુષસિંહોનો માર્ગ લીધો છે. આ ભવસાગ૨થી તમે તો તમારો ઉદ્ધાર કર્યો જ છે, હવે મારો પણ ઉદ્ધાર કરો. હું પણ ચારિત્રધર્મ સ્વીકારવા અહીં આવી છું. આપના વૈરાગ્યે મને વૈરાગી બનાવી છે... પરંતુ કૃપા કરીને આપના વૈરાગ્યનું કારણ બતાવશો?'
શ્રી સમરાદિત્ય મહાકથા
તેં હસ્તિનાપુરથી નીકળીને. લક્ષ્મીપર્વત પર ગયા... ત્યાંથી લક્ષ્મીનિલય નગરના ઉદ્યાનમાં ગયા... ત્યાંથી પાછા વળ્યા... રસ્તામાં મંગલકે છરી મારી... ગુરુદેવનું મિલન થયું... વગેરે બધો જ વૃત્તાંત કહી સંભળાવ્યો.. જિનમતીએ કહ્યું : ‘ખરેખર, એ મંગલક આપના વૈરાગ્યનું નિમિત્ત બન્યો. અને આપનો વૈરાગ્ય, મારા વૈરાગ્યનું નિમિત્ત બન્યો.’
જિનમતીએ આચાર્ય અનંગદેવ પાસે દીક્ષા લીધી.
તેં નિરતિચાર ચારિત્રનું દીર્ઘકાળ પર્યંત પાલન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયું.
કાળધર્મ પામીને દેવલોકમાં દેવ થયો.
જિનમતી પણ ચારિત્રપાલન કરી, સમાધિમૃત્યુ પામી દેવલોકમાં ઉત્પન્ન થઈ.
*
For Private And Personal Use Only
૩૯૪