________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[પાપE
તીર્થકર ભગવંત અજિતદેવ, મારા પૂર્વજન્મોની આ રીતે ભેદ-ભરમ ભરેલી વાર્તાઓ કહી રહ્યા હતા. તે શિખીકુમાર, મારા ચિત્તમાં, ખળભળાટ થઈ ગયો હતો... ક્યારેક હર્ષવિભોર થઈ જતો, ક્યારેક વિષાદથી વ્યાકુળ બની જતો. તીર્થકર ભગવતે વાતને આગળ વધારી :
પેલો મંગલક લક્ષ્મી-પર્વત ઉપર પહોંચ્યો. જ્યાં નિધાન દાટેલું હતું તે જગાએ ગયો. તેણે ધીરે-ધીરે જમીન ખોદી... તેને નિધાન દેખાયું... સોનામહોરો જોઈ. તે નાચવા માંડ્યો. ફરી તેણે નિધાન દાટી દીધું તે પછી, આજુબાજુમાંથી પથ્થરની મોટી-મોટી શિલાઓ ઉપાડી લાવ્યો. નિધાનની જગા પર તેણે શિલાઓ ગોઠવી એક ઓટલો બનાવી દીધો, આજુબાજુ વૃક્ષની ઘટા તો હતી જ. તેણે ત્યાં નિવાસ કરી દીધો. ઝરણાનું પાણી પીવા લાગ્યો અને માંસાહારથી પેટ ભરવા લાગ્યો. લડતોઝઘડતો અને અનેક કષ્ટો સહન કરતો મંગલક એક દિવસ, એ ઓટલા ઉપર જ મરી ગયો. જંગલી પશુઓએ એના મૃતદેહની ઉજાણી કરી.
મંગલક મરીને ‘તમા’ નામની નરકમાં ઉત્પન્ન થયો.
ત્યાંનું અસંખ્ય વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી, “રાષ્ટ્રવર્ધન' નામના ગામમાં એક ચંડાળના ઘરે ‘બોકડા' રૂપે અવતર્યો. જ્યારે બોકડો મોટો થયો, એને લઈને ચંડાળ જયસ્થળ' ગામ તરફ જતો હતો. તેનો માર્ગ લક્ષ્મી-પર્વત ઉપર થઈને જતો હતો... જ્યાં પેલા નિધાનની જગા આવી, બોકડો દોડીને એ જગા પર જઈને ઊભો રહ્યો. ચંડાળે ત્યાં જઈને બોકડાને હાંકવા માંડ્યો, છતાં બોકડો ત્યાંથી ખસતો ન હતો. એને એ જગા છોડવી ન હતી, જન્મ-જન્માંતરથી એ જગા સાથે એનું ગાઢ મમત્વ બંધાઈ ગયું હતું. ચંડાળે એને મારવા માંડ્યો છતાં બોકડો ત્યાંથી આગળ વધવા તૈયાર ના થયો ત્યાં ને ત્યાં દોડવા લાગ્યો. ચંડાળને ગુસ્સો આવ્યો. તેણે એ જ જગા પર એને મારી નાંખ્યો.
મરીને એ બોકડાનો જીવ એ જ જગા પર ઉંદર થયો. તે ઉંદર, એ નિધાનના મમત્વથી ત્યાં જ દર કરીને રહી ગયો. ત્યાં એ નિધાનના પ્રદેશમાં દોડે છે. નાચે છે... અને નિધાનની રક્ષા કરે છે. એક દિવસ, એ જગાએ એક જુગારી આવ્યો. વિશ્રામ કરવા ત્યાં શાલવૃક્ષની નીચે બેઠો.. પેલા ઉંદરને ભય લાગ્યો : “આ માણસ નિધાન લઈ જશે તો?' અવ્યક્ત સંજ્ઞા હતી ને ઉંદરને! તે એ જુગારીની ચારે બાજુ પ્રદક્ષિણા દેવા માંડ્યો. બે-ચાર પ્રદક્ષિણા સુધી તો જુગારી ઉંદરને કુતૂહલથી જોઈ રહ્યો. પરંતુ પછી તે નજીક આવીને ચારે બાજુ ફરવા લાગ્યો... ક્યારેક એ જુગારીના
ભાગ-૧ ૮ ભવ ત્રીજો
3c૮
For Private And Personal Use Only