________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગને કરડવાની ચેષ્ટા કરવા લાગ્યો. જુગારી ખિજાયો. એક પથ્થર લઈને ઉંદર ઉપર ફેંક્યો. ઉદર તરફડીને ત્યાં જ મરી ગયો.
મરીને એ ઉંદર, એ જ જુગારી સોમચંડની દુગિલા નામની પત્નીના પેટે અવતર્યો. દુMિલા કાન-નાક વિનાની અત્યંત કુરૂપ સ્ત્રી હતી. તેનો પુત્ર પણ કુરૂપ જખ્યો. એનું નામ “રુદ્રચંડ' પાડવામાં આવ્યું. જેમ-જેમ એ મોટો થતો ગયો, તેમ તેમ ગામના લોકોને રંજાડવા લાગ્યો. લોકો પણ એને મારવા લાગ્યા. ધીરે ધીરે એ ચોરી કરવા માંડ્યો. એક દિવસ પકડાયો. રાજાએ એને શૂળી ઉપર ચઢાવીને મારી નંખાવ્યો.
મરીને એ નરકમાં ઉત્પન્ન થર્યો.
નરકનું આયુષ્ય પૂર્ણ કરીને, એ આ જ લક્ષ્મીનિલય નગરમાં અશોકદત્ત શ્રેષ્ઠીની શુભંકરા નામની પત્નીના પેટમાં અવતર્યો. એ છોકરી-રૂપે જન્મ્યો. એનું નામ “શ્રીદેવી પાડવામાં આવ્યું. તે રૂપવતી હતી પણ ગુણવતી ન હતી. તે મીઠું બોલતી હતી પરંતુ એના મનમાં કપટ રહેતું. જ્યારે એ યૌવન વયમાં આવી, તેનાં લગ્ન આ જ નગરના શ્રેષ્ઠી સાગરદત્ત સાથે કરવામાં આવ્યા. કાળક્રમે શ્રીદેવીએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ સમુદ્રદત્ત પાડવામાં આવ્યું. એ સમુદ્રદત્ત એટલે તું! દેવલોકમાં અસંખ્ય વર્ષોના જીવનકાળમાં તે અપાર દિવ્ય સુખો ભોગવ્યાં. આયુષ્ય પૂર્ણ થતાં તું શ્રીદેવીની કૂખે જન્મ્યો હતો. કાળક્રમે તું મોટો થયો, યૌવનવયમાં આવ્યો. તારાં લગ્ન, “ઈશ્વરસ્કંદ' નામના શ્રાવકની પુત્રી નન્દિની સાથે કરવામાં આવ્યાં. | વિજયસિંહ, પેલો તારો વિશ્વાસઘાતી મિત્ર મંગલક, આ જન્મમાં માતારૂપે તને મળ્યો! શ્રીદેવી ભલે તારી માતા હતી, પરંતુ ભાવથી તો તારી શત્રુ જ હતી. તારા ઉપર એને થોડો પણ સ્નેહ ન હતો. છતાં તને એના પર ખૂબ અનુરાગ હતો! પૂર્વ જન્મોના અનુરાગના સંસ્કારો ચાલ્યા આવતા હતા ને
લગ્નજીવનનાં કેટલાંક વર્ષો વીત્યાં પછી તું એક પુત્રનો પિતા બન્યો. પરિવાર આનંદિત થયો. તારી પત્ની નદિનીએ તને કહ્યું કે “આપણે લક્ષ્મી-પર્વત ઉપરના ઉદ્યાનમાં જઈએ અને ત્યાં પુત્રજન્મની ઉજાણી કરીએ. સ્નેહી-સ્વજનો અને મિત્રોને આમંત્રણ આપીએ.”
નંદિનીનો પ્રસ્તાવ તને ગમી ગયો. નિમંત્રણ મોકલાઈ ગયાં.
ઉજાણીની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી. નિશ્ચિત દિવસે સહુની સાથે તું લક્ષ્મીપર્વત ઉપર ગયો. ઉજાણીની જગા જે પસંદ કરવામાં આવી હતી, તે જોગાનુજોગ પેલા નિધાનની જ જગા હતી.. તને કંઈ ખબર ન હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
3cc
For Private And Personal Use Only