________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉજાણીના રિવાજ મુજબ, મધ્યભાગમાં “પુત્રધ્વજ” ખોસવામાં આવતો હતો. એટલે, તેં ખાડો ખોદવા માંડ્યો. થોડો ખાડો ખોદાયો ત્યાં તારી નજરે નિધાન દેખાયું! પરંતુ તેં કોઈને વાત ના કરી અને સહુ લોકો ઉજાણીની મસ્તીમાં હતા એટલે તારા તરફ કોઈનું ધ્યાન પણ ન હતું. તે ત્યાં પુત્રધ્વજ રોપી દીધો અને ઉજાણી શરૂ થઈ.
દિવસભર આનંદ મનાવીને તમે સાંજે નગરમાં આવ્યાં. સહુ પોતપોતાના ઘરે ગયા. તે પરિવાર સાથે ઘરે આવ્યો. તારા મનમાં પેલા નિધાનની, ખજાનાની વાત ઘુમરાતી હતી. તેં તારી પત્ની નંદિનીને પણ વાત કરી ન હતી. પરંતુ તે વિચાર્યું કે “મારે કોઈ વિશ્વસનીય વ્યક્તિને વાત કરવી જોઈએ... જો કે તારે વાત કરવી જરૂરી તો હતી જ નહીં કારણ કે તને એ નિધાનનું કોઈ આકર્ષણ હતું જ નહીં. માત્ર કુતૂહલ હતું. તેં વિચાર્યું :
આ વાત હું મારી માતાને કરું તો? એને પૂછું કે મારે આ નિધાન અંગે શું કરવું જોઈએ.. એ કહે એ પ્રમાણે કરીશ...'
તેં તારી માતા શ્રીદેવીને નિધાનની વાત કરી. કપટી શ્રીદેવીએ શાન્તિથી વાત સાંભળી. જરાય આશ્ચર્ય ન બતાવ્યું... જરાય આકર્ષણનો ભાવ મુખ પર ના આવવા દીધો. પરંતુ મનમાં તો ખજાનાનું ભરપૂર આકર્ષણ જાગી ગયું. તેણે કહ્યું : “વત્સ, પહેલાં તું મને એ ખજાનાની જગા બતાવ, એ જોયા પછી, તારે એ અંગે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપીશ.”
આવતીકાલે આપણે બે એ જગા પર જઈશું!” ભોળા ભાવે તેં તારી માતાને એ ખજાનાની જગા દેખાડી દીધી! જગા જોઈને માતાએ કહ્યું : “વત્સ, થોડી માટી ખોદીને મને નિધાન દેખાડ.'
તેં ખાડો ખોદેલો જ હતો. માટી બહાર કાઢીને તે નિધાન દેખાડ્યું. શ્રીદેવી હિંગ થઈ ગઈ નિધાન જોઈને! જન્મ-જન્માંતરના સંસ્કાથી, નિધાન અને નિધાનની જગા પર એને અત્યંત આકર્ષણ જાગ્યું. છતાં મનના ભાવો ઉપર સંયમ રાખીને, તેણે ખૂબ સ્વસ્થતાથી તને કહ્યું :
બેટા, અત્યારે આપણે આ નિધાનને અહીં જ રાખીએ, કારણ કે જો રાજાને ખબર પડી જાય કે સમુદ્રદત્તને જમીનમાંથી નિધાન મળ્યું છે...” તો રાજા એ નિધાનને લઈ જાય! કારણ કે જમીનમાંથી જે કંઈ ધન-માલ નીકળે, તેના પર રાજાનો અધિકાર હોય છે. આપણે આપણા ઘરે લઈ જઈએ નિધાન, તો રાજાના અપરાધી બનીએ... રાજા નિધાન તો લઈ જાય,
ઉપરાંત આપણી સંપત્તિ પણ લઈ જાય..”
૪00.
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only