________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જઈને બધી ઘટના એને કહી દઉં... પછી હું દીક્ષા લઉં તો? જો કે એ સ્ત્રી જિનવચનથી ભાવિત છે. સંસારના સ્વરૂપને સમજનારી છે. એટલે એના મનનું સમાધાન એ કરી શકે એવી છે. હું અત્યારે ના જાઉં એની પાસે.. ત્યાં જવાથી કદાચ જિનમતી અને એનાં માતા-પિતા ગૃહવાસમાં રહેવા આગ્રહ કરે. “પછીથી દીક્ષા લેવાશે..” એમ કહીને મને ગૃહવાસમાં જકડી રાખે તો મારી આંતરઇચ્છા ફળીભૂત નહીં થાય માટે હું દીક્ષા લઈને પછી ગુરુદેવની સાથે લક્ષ્મીનિલયમાં જઈશ... એ મારા પદચિહ્નો ઉપર ચાલનારી સ્ત્રી છે. મને ચારિત્રી બનેલો જોઈને, એ પણ ચારિત્ર સ્વીકારશે.
કદાચ એ પૂર્વે એને સમાચાર મળશે કે મેં સાધુધર્મ અંગીકાર કર્યો છે... તો એ મને શોધતી-શોધતી. અમે જ્યાં હોઈશું ત્યાં આવશે... અને ચારિત્ર સ્વીકારશે.”
તે લમીનિલય જવાનો વિચાર માંડી વાળ્યો. ગુરુદેવ પાસે જઈને મેં કહ્યું : ગુરુદેવ, મને સાધુધર્મ આપવાની કૃપા કરો...'
ગુરુદેવે કહ્યું : “વત્સ, તારો નિર્ણય યોગ્ય છે. અસાર સંસારમાં સારભૂત કંઈ પણ હોય તો તે ચારિત્રધર્મ છે.”
તું સાધુ બની ગયો.
આચાર્ય અનંગદેવની સાથે તું એ પ્રદેશમાં વિચારવા લાગ્યો. કેટલાક મહિનાઓ વીત્યા ત્યાં એક ગામમાં જિનમતીની સખી રહેતી હતી તે તને ઓળખતી હતી... તને સાધુના વેશમાં જોઈને તે હેબતાઈ ગઈ. તેણે તરત જ જિનમતીને સંદેશો મોકલ્યો : સમુદ્રદત્ત તો સાધુ બની ગયા છે!”
જિનમતીને જ્યારે સંદેશો મળ્યો, ક્ષણભર તે પણ સ્તબ્ધ થઈ ગઈ. એમણે દીક્ષા લીધી? ઘણું સારું કર્યું. મારો માર્ગ સરળ બન્યો. હું પણ દીક્ષા લઈશ. કારણ કે - આ સંસાર અંત વિનાના ક્લેશોથી ભરેલો છે. પ્રિયજનોના સંયોગોનું પરિણામ વિયોગ છે. વિષયસુખોના ભોગપભોગનું પરિણામ દારુણ છે. મનુષ્યજન્મમાં જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. જિનવચન આ ભવ અને પરભવમાં સુખકારી છે...
માટે મારે પણ ચારિત્ર જ સ્વીકારવું છે. મારી આંતરિક ભાવના તો હતી જ. પરંતુ વૈષયિક સુખોના મોહમાં હું ચારિત્ર ના લઈ શકી... જ્યારે, તેમના મનમાં તો ક્યારેય પણ ચારિત્ર લેવાની ઇચ્છા જ જાગી ન હતી. મારા કરતાં તેઓ વધારે
ભાગ-૧ * ભવ ત્રીજો
3c
For Private And Personal Use Only