________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જયપાલ, આ જ અભિપ્રાય મહારાણીએ આપ્યો હતો. કારણ કે તે કુમારને ધિક્કારે છે... કુમારને તે ઝેરી સાપ જ માને છે.
આજે હું પણ એ જ અભિપ્રાય ધરાવું છું. એ સાપ જ મને લાગ્યો. જ્યારે ડંખ મારે, તે કળી શકાય એમ નથી. ખરેખર, એ ભયાનક માણસ લાગ્યો મને...'
ભલે, એનાં કર્મો એને પ્રેરિત કરી રહ્યાં છે. કર્મવશ જીવો આ સંસારમાં શું નથી કરતા? જયપાલ, ખરેખર, કર્મબંધનોને તોડવાનો પુરુષાર્થ આ જીવનમાં કરી લેવા જેવી છે...”
મહારાજા, આપ કુમારના મહેલમાં નહીં પધારે ને?” મારા મિત્ર, એકવાર હું જઈ આવું એમ મારું હૃદય કહે છે.”
ત્યાં જવા માટે આપને આપનાં કર્મો જ પ્રેરિત કરી રહ્યાં છે ને? કુમારના કર્મો આપનો વધ કરવા પ્રેરિત કરી રહ્યાં છે, આપનાં કર્મો આપને વધ્ય બનવા પ્રેરિત કરી રહ્યાં છે.. એમ જ મારે માનવાનું ને?
જયપાલ, શા માટે તું વધની કલ્પના કરે છે?'
કારણ કે હું કુમારને મળીને, એના મિજાજને જોઈને આવ્યો છું. મને એ દીઠોય ગમ્યો નહીં... આપના પ્રત્યે એના મનમાં ભારોભાર વૈરાગ્નિ સળગી રહ્યો છે.... આવા માણસ ઉપર વિશ્વાસ કરાય જ નહીં..”
0 0 0 સેનાધિપતિ જયપાલે મહારાજાને કુમારના મહેલમાં નહીં જવા ખૂબ સમજાવ્યા, પરંતુ મહારાજાએ મનોમન કુમાર પાસે જવાનો નિર્ણય કરી લીધો.
જયપાલે મહારાજાના અંગરક્ષકને જરૂરી સૂચનાઓ આપી હતી. જરા પણ ગલતમાં નહીં રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
મહારાજા રથમાં બેસીને કુમારના મહેલે પહોંચ્યાં. દ્વારપાલ દોડીને મહેલમાં ગયો. મહારાજાના આગમનની જાણ કુમારને કરી. કુમાર, રોષથી ધમધમી ઊઠ્યો. તેણે તત્કાલ મનમાં નિર્ણય લઈ લીધો : “મારા આ દુમનનો વધ કરવાનો શ્રેષ્ઠ સમય છે આ.” તે ખુલ્લી તલવાર સાથે, મંત્રણાખંડના દ્વાર પાછળ ઊભો રહી ગયો...
મહારાજાએ મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. તેમની પાછળ અંગરક્ષક ખુલ્લી તલવાર સાથે પ્રવેશ્યો... કે તરત જ કુમારે પહેલાં અંગરક્ષકનું માથું ધડથી જુદું કરી નાંખ્યું. મહારાજાએ પાછળ જોયું.. “અરે કુમાર..” બોલવા ગયા ત્યાં તો કુમારે મહારાજાના શરીર પર પ્રહાર કરી દીધો. મહારાજા ભૂમિ પર પટકાઈ પડ્યા... પરંતુ જેવો એ બીજો ઘા કરવા ગયો... કે એના હાથમાંથી તલવાર છૂટી ગઈ. તેના હાથ ઉપર 332
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only