________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તલવારનો પ્રહાર થયો. હજુ એ હાર તરફ નજર કરે છે, ત્યાં તો સેનાપતિ જયપાલે કુમારને દોરડાના ફંદામાં ફસાવીને બાંધી દીધો... સૈનિકોએ કુમારના મહેલને ઘેરી લીધો. કુમારની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા...
સામંત દુર્મતિના સુભટોએ સામનો કર્યો. મહારાજાની સેનાએ જોરદાર હુમલો કરીને એ સુભટોને મારવા માંડ્યા. નગરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ... પ્રજામાં હાહાકાર થઈ ગયો.
સેનાપતિ જયપાલે કુમારની ભર્જના કરી કહ્યું : “અરે પિતૃદ્રોહી. રાજદ્રોહી કુમાર... હવે તું જીવતો નહીં રહે...” જયપાલે તલવારને આકાશમાં ઊંચી કરી. ઘા કરવા જાય છે, ત્યાં મહારાજા બોલી ઊઠ્યા : “ના મારસો કુમારને, મારા દેહના સોગંદ છે તમને... હવે કુમારને મારવાથી શું વિશેષ છે? હું તો હવે મૃત્યુશધ્યા પર છું... ઘડી-બે ઘડીનો મહેમાન છું... તમે કુમારને છોડી દો... એનો રાજ્યાભિષેક કરો. હવે એ જ તમારો રાજા છે..”
મહારાજાની આજ્ઞા આગળ જયપાલ વિવશ થઈ ગયો. તેણે સૈનિકોને યુદ્ધ બંધ કરવાની આજ્ઞા આપી. તેનું મન સાવ ખાટું થઈ ગયું...” આટલી હદ સુધીની દયા? ન ચાલે... આ દુનિયામાં. દુર્જનો ઉપર દયા કરાય જ નહીં. અપરાધીને સજા કરવી જ જોઈએ.” તેણે કુમારનાં બંધનો ખોલી નાંખ્યાં. અને તે ત્વરાથી મહેલમાંથી બહાર નીકળી ગયો... સૈનિકો પણ ઘણા ચાલ્યા ગયા. - કુમારે સામંત દુર્મતિને આજ્ઞા કરી : “આ મારા દુશમનને દોરડાથી સજ્જડ રીતે બાંધો.” દુર્મતિએ લોહી-લુહાણ રાજાને બાંધ્યા.. પણ ત્યાં હજારો નાગરિકો યુવાનો ઘસી આવ્યા, “છોડી દો મહારાજાને સોંપી દો અને યુવાનોએ મોટેથી બૂમો પાડવા માંડી... કુમારે સુભટોને આજ્ઞા કરી : “આ બધા યુવાનોને પકડી લો. તેમને જેલમાં પૂરી દો...”
મહારાજાને બાંધીને, દુર્મતિના રક્ષણ નીચે, તેમને જેલમાં લઈ જવામાં આવ્યા, જેલના એવા અંધારિયા ખંડમાં મહારાજાને પૂરી દીધા કે જે ખંડમાં માથું ફાટી જાય તેવી દુર્ગધ હતી. એક ખૂણામાં વિષ્ટાનો ઢગલો પડ્યો હતો... ભીંતોના બાકોરાઓમાં સર્પોનો વાસ હતો.. છાપરામાં સર્પોની કાંચળીઓ લટકી રહી હતી. મોટા મોટા ઉંદર દરોમાંથી નીકળતા હતા અને ખંડમાં આમ તેમ દોડતા હતા... જાણે એક પ્રકારનું નરક જ હતું. મહારાજાને તેમાં પૂરીને બહાર સૈનિકોને ગોઠવી દીધા.
મહારાણી કુસુમાવલી પાસે પ્રિયંકરા દોડી ગઈ, અને આનંદના મહેલમાં બનેલી દુર્ઘટના કહી બતાવી... મહારાજાને જેલમાં પૂરી દેવા સુધીની વાત કરી... કુસુમાવલીએ શ્રી સમરાદિત્ય મહાકથા
333
For Private And Personal Use Only