________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોર આક્રંદ કરવા માંડ્યું. આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં... પોતાની છાતી પર પ્રહારો કરવા લાગી. ભૂમિ પર પછડાટો ખાવા લાગી. તેના વાળ છૂટી ગયા..
ત્યાં મદનરેખાની સાથે સેનાધિપતિ જયપાલ પહોંચી ગયા. મદનરેખાએ પરાણે મહારાણીને પોતાના બાહુપાશમાં જકડી લીધી... જયપાલે કહ્યું : મહાદેવી, તમે જ્ઞાની છો. સંસારના સ્વરૂપને જાણો છો. દન ના કરો... જે બનવાનું હતું. જેના સ્પષ્ટ સંકેત આપને મળી ગયા હતા, તે જ બન્યું છે...'
મહારાણીનું કલ્પાંત શાંત પડ્યું, છતાં તેઓ અત્યંત વ્યથિત થઈ ગયાં હતાં. તેમણે જયપાલને કહ્યું : “જયપાલ, તમારા જેવા અજેય યોદ્ધા ત્યાં હોવા છતાં...”
દેવી, શું કરું? કુમારને મેં બીજો પ્રહાર કરવા પહેલાં પકડી લીધો હતો. બાંધી. દીધો હતો. ને એને મોતને ઘાટ ઉતારી દેવા તલવાર હવામાં વીંઝી... ત્યાં જ મહારાજાએ મને રોકી દીધો... એમના સોગંદ આપ્યા. અને મારા હાથ હેઠા પડ્યા.... મહાદેવી, મારું મન ખાટું થઈ ગયું છે. હવે આ નગરમાં રહેવાશે નહીં. આ રાજ્યમાં પણ નહીં રહેવાય...જલદીથી જલદી ચાલ્યા જવું છે...'
“ચાલ્યા જવાનું પછી, પહેલાં મને મહારાજા પાસે લઈ જાઓ... મારે એમને મળવું છે.'
કુસુમાવલીને સેનાપતિ જયપાલ કારાવાસમાં લઈ આવ્યા. જે ખંડમાં મહારાજાને રાખવામાં આવ્યા હતા, ત્યાં કુસુમાવલીને લઈ જવામાં આવી.
મહારાજાને જોતાં જ કુસુમાવલી જમીન પર પટકાઈ પડી. કરુણ રુદન કરવા માંડી. એના કલ્પાંત કારાવાસને અધિક શોકમગ્ન બનાવી દીધું.
મહારાજાએ કહ્યું : “દેવી, શાન્ત થાઓ. આ તમે આર્તધ્યાન કરી રહ્યાં છો તમે જાણો છો કે આર્તધ્યાન કરવાથી પાપકર્મો બંધાય છે. ચિત્તમાં ક્લેશ પેદા થાય છે... માટે શોક ના કરો. કોઈ લાભ નથી શોક કરવાથી.
આ સંસાર આવો જ છે! રાગ અને દ્વેષનું એક મોટું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે. સર્વે જીવો નાટકનાં પાત્ર છે.. તમે નાટકનું પાત્ર છો, હું પણ આ વિશ્વનાટકનું એક પાત્ર છું. દેવી, પૂર્વજન્મોનાં કર્મોના વિપાકોને અટકાવી શકાતા નથી. સમતા ભાવથી એ વિપાકોને ભોગવવાના છે. કોઈ સાર નથી સંસારનાં ભોગસુખોમાં. તમે સારભૂત જિનવચનને પ્રાપ્ત કરેલું છે. જિનવચન જ શરણભૂત છે, માટે તમે જિનવચનની જ આરાધના કરો.
લક્ષ્મી વીજળીના ઝબકારા જેવી ચંચળ છે.
સ્વજન-સમાગમો સ્વપ્ન જેવા ક્ષણિક છે, 338
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only