________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા આનંદકુમારે આપને મળવાની સ્પષ્ટ ના પાડી.' સેનાધિપતિ જયપાલે મહારાજાને કહ્યું.
‘પરંતુ કુમારનો રાજ્યાભિષેક કરવાનો છે, તેનું શું? નગરમાં જાહેરાત થઈ ગઈ છે...’
‘મહારાજા, મને લાગે છે કે કુમાર આપના પ્રત્યે સંપૂર્ણ અભાવવાળા બની ગયા છે. તેમની બોલવાની રીત જોયા પછી મને લાગે છે કે તેઓ કોઈ વિદ્રોહ કરવાની તૈયારીમાં હોવા જોઈએ!’
‘શા માટે વિદ્રોહ કરવાનો? હું રાજ્ય ના આપતો હોઉં તો વિદ્રોહ કરે, હું સ્વયં સામે ચાલીને એને રાજ્ય આપું છું અને તરત જ ગૃહવાસ ત્યજી ચારિત્રમાર્ગ લેવાનો છું. હું કુમારના માર્ગમાં ક્યાં આડો આવું છું?”
‘આપ જે સરળતાથી વિચારી રહ્યા છો, કુમાર એ રીતે નથી વિચારતા...' ‘હું કુમારને જઈને બધી વાત સમજાવું તો?'
‘શા માટે આપ પધારો? મને ઉચિત નથી લાગતું. અને કુમારના મહેલમાં મેં જે વાતાવરણ જોયું... તેવી સ્થિતિમાં આપે ત્યાં નહીં જ જવું જોઈએ...'
‘જયપાલ, તું મારી સુરક્ષાની ચિંતા કરે છે ને? શા માટે? પુત્રના ઘેર પિતા જાય, એમાં ભય શાનો? એમાં ચિંતા શાની?'
‘જે પુત્ર પિતાને દુશ્મન માનતો હોય, તે પુત્રના ઘેર પિતાએ ન જ જવું જોઈએ... એવું મારું મંતવ્ય છે. પછી જેવી આપની ઇચ્છા.
‘જયપાલ, તું મારો મિત્ર છે. મારા જીવનની તને ચિંતા થાય છે ને? પણ મને આ જીવનનો કોઈ મોહ જ નથી રહ્યો! જે જીવનને મેં ખૂબ ચાહ્યું હતું... એ ચાહના હવે આંશિક પણ નથી રહી....
‘મહારાજા, મને દુઃખ એ વાતનું થાય છે કે જે કુમારને આપે મહારાણીની ઇચ્છાથી વિપરીત પાળ્યો, પોષ્યો... અને શિક્ષણ આપ્યું, અગાધ પ્રેમ આપ્યો... એ પુત્ર નિષ્કારણ આપના પ્રત્યે વૈરભાવ રાખે... તે મારા માટે અસહ્ય છે... મહારાજા, હું તો આજે આપને કહું છું કે કુમારનો રાજ્યાભિષેક કરવાનું મુલતવી રાખીને, આપ અને મહારાણી આપના ચારિત્રમાર્ગે ચાલ્યા જાઓ... રાજ્યાભિષેક કોનો ક૨વો, ક્યારે કરવો - આ બધું મંત્રીમંડળને સોંપી દો...’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
339