________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે પ્રિયંકરા નગરથી વિહાર કર્યો. તેઓ દસ યોજન દૂર “જયમંગલા' નગરીમાં પધાર્યા. નગરીના પશ્ચિમ ભાગમાં એક વિશાળ અને રમણીય ઉદ્યાન હતું, તે ઉદ્યાનમાં આચાર્યદેવે મુનિ પરિવાર સાથે મુકામ કર્યો. સાધ્વી સમુદાયે નગરમાં જય શ્રેષ્ઠીની હવેલીની પાછળના વિશાળ ભવનમાં સ્થિરતા કરી.
એક માસ અહીં સ્થિરતા કરવાની છે. વિશાળ સાધુ-સાધ્વી સમુદાયને આ નગરીમાં જ્ઞાન-ધ્યાનની સંપૂર્ણ અનુકૂળતા હતી. ગોચરી-પાણીની પણ સુવિધા હતી. સ્થડિલભૂમિ પણ યોગ્ય અને વિશાળ હતી.
પ્રતિદિન આચાર્યદેવ વિજયસિંહ ધર્મદેશના આપતા હતા. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા, બધાં જ ધર્મદેશના શ્રવણ કરતાં હતાં. ધર્મદેશના પૂર્ણ થયા પછી, પ્રજ્ઞાવંત શિષ્યો આચાર્યદેવને પ્રશનો પૂછતા હતા. એક દિવસ શિખીકુમાર મુનિએ પ્રશ્નો પૂછ્યા : “ભગવંત, પહેલાં લોક છે પછી અલોક છે? અથવા પહેલાં અલોક છે પછી લોક છે?”
આચાર્યદેવે કહ્યું : “બંને લોક-અલોક પહેલા કહી શકાય, બંને લોક-અલોક પછી કહી શકાય. લોક-અલોકમાં પહેલા-પછીનો ક્રમ નથી.
શિખીકુમાર-ભગવન, પહેલાં જીવ છે, પછી અજીવ છે? અથવા પહેલાં અજીવ છે, પછી જીવ છે?'
આચાર્યદેવ : “શિખી મુનિ, આમાં પણ ક્રમ નથી. શિખીકુમાર : ભગવન, પહેલાં મરઘી કે પહેલાં ઇંડું? આચાર્યદેવ : “ઈંડું ક્યાંથી ઉત્પન્ન થયું?' શિખીકુમાર : “મરઘીમાંથી ઉત્પન્ન થયું.” આચાર્યદેવ : “મરધી ક્યાંથી ઉત્પન્ન થઈ?' શિખીકુમાર : “ઈંડામાંથી!'
આચાર્યદેવ : ‘એટલા માટે ઈંડું અને મરઘી - બેમાં કોણ પહેલું, અને કોણ પછી એ કહી ના શકાય. આ અનાદિ ક્રમ છે. આ શાશ્વત ભાવ છે. શિખીકુમાર : “પહેલાં લોકાત્ત કે પહેલાં અલોકાન્ત?” આચાર્યદેવ : “લોકાન્ત - અલોકાત્તમાં પહેલા-પછીનો કોઈ કમ નથી.' શિખીકુમાર : “ભગવન, લોકની સ્થિતિ કેટલા પ્રકારની છે?
આચાર્યદેવ : “મુનિલોકની સ્થિતિ આઠ પ્રકારની છે. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only