________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પતિગૃહે જવાનું હોય છે... હું યોગગૃહે જઈશ... આપણો વિયોગ તો નિશ્ચિત જ છે! રડ નહીં. પતિગૃહ કરતાં યોગગૃહ વધારે સુખમય હશે. પતિગૃહમાં પરસ્પરની અપેક્ષાઓની લડાઈ ચાલતી હોય છે. જ્યારે યોગગૃહમાં કોઈ અપેક્ષા જ નહીં!'
શું તને શિખીકુમાર તરફથી કોઈ અપેક્ષા નહીં રહે? એ યોગીપુરુષ છે... યોગીપુરુષો લગભગ સ્વકેન્દ્રિત હોય છે. જ્યારે તેઓ તારી ઉપેક્ષા કરશે ત્યારે તને દુઃખ નહીં થાય?'
નહીં થાય. એમના સાન્નિધ્ય માત્રથી મને તૃપ્તિ મળશે.... એ મારી સાથે બોલશે નહીં કે સામે પણ નહીં જુએ. તો ચાલશે. મેં એમના અંતઃકરણને જાણ્યું છે. એમનો મારા આત્મા સાથે પ્રેમ થઈ ગયો છે. એ દિવ્ય પ્રેમ છે! વસ્ત્રો નથી શરીરનું માધ્યમ કે નથી કોઈ સ્વાર્થનું માધ્યમ. આત્માનો આત્માથી પ્રેમ છે આ.' નલિની મૌન રહી. કમલિની નલિની સામે તાકી રહી..
નલિની, શારીરિક વાસનાઓમાં માત્ર ઉન્માદ હોય છે.. અને ઉન્માદ જીવનને છીણી નાંખે છે. ઉન્માદ શાંત થતાં. દીર્ઘકાળ પશ્ચાત્તાપમાં મન સળગતું રહે છે.' આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે. આજે મુનિરાજની સામે મારો ઉત્સાદ ઓસરી ગયો છે.. અંતરનો આનંદ અનુભવી રહી છું...”
તો તું મહાપ્રવજ્યા સ્વીકારીશ?” અવશ્ય...” મારી શક્તિ બહારની વાત છે. મારા માટે તો તારી સ્મૃતિ જ શેષ રહેશે...”
૦ ૦ ૦ બંને સખીઓએ ભોજન કરી લીધું.
નલિનીને પોતાના ખંડમાં છોડી કમલિની માતાની પાસે ચાલી ગઈ. તેણે પોતાની માતાને બધી જ વાત કરી, મહાપ્રવ્રજ્યા માટે અનુમતિ માગી, રાણીએ રાજાને વાત કરી. રાજા-રાણીએ પરસ્પર પરામર્શ કરીને કમલિનીને મહાપ્રવ્રજ્યાની અનુમતિ પ્રદાન કરી. પ્રિયંકરા નગરીમાં દીક્ષા મહોત્સવ યોજાયો. પ્રજા આનંદિત થઈ. વિધિપૂર્વક આચાર્યદેવે કમલિનીને મહાપ્રવ્રજ્યા આપી. સાધ્વીસમુદાયમાં નવી સાધ્વી સંમિલિત થઈ ગઈ. સાધ્વી કમલિનીએ આચાર્યને વંદના કરી, શિખીકુમાર મુનિને વંદના કરી : “ભંતે, આપના શરણે આવી છું..”
“ભદ્ર, તારો શ્રેયમાર્ગ પ્રશસ્ત હો...' પર
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only