________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્યાં હાડકાં દેખાયાં. બીભત્સ લોહી.... માંસ. અને વિષ્ટા દેખાઈ... અને શરીરના સૌન્દર્ય ઉપરનો રાગ ઊતરી ગયો. માત્ર ઉપરની ચામડીની સુંદરતા શું કરવાની?'
વત્સ, તેં બીજી વાત કરી વૈભવ-સંપત્તિની, હતો વૈભવ, ખૂબ વૈભવ હતો, પરંતુ ક્લેશ અને અશાન્તિ પણ એટલી જ વધારે હતી.... એટલે વૈભવ ઉપરની મમતા છૂટી ગઈ. અને એનો મેં ત્યાગ કર્યો. - ત્રીજી વાત તેં સ્વજનોના સમાગમની કરી. સંસારમાં મનુષ્ય, પ્રિયજનોના સમાગમ ચાહે છે. પરંતુ કુમાર, સ્વજનોના સમાગમ શાશ્વત નથી હોતા, ચંચળ હોય છે, ક્ષણિક હોય છે અને વિયોગવાળા હોય છે... એવા સ્વજન-સમાગમોમાં આસક્તિ કેમ કરાય? મારી આસક્તિ છૂટી ગઈ અને મેં સ્વજનોનો ત્યાગ કરી આ સાધુ ધર્મ સ્વીકાર્યો.
કુમાર, મેં સંસારમાં સ્વજનોના સમાગમની નિઃસારતા અનુભવેલી છે. ચારે બાજુ સ્વજનો બેઠા હોય છે. છતાં જ્યારે મનુષ્ય અસાધ્ય રોગોનો શિકાર બને છે ત્યારે એની અપરંપાર વેદના, એ સ્વજનો ઓછી નથી કરી શકતા, વેદનાને વહેંચી લઈ શકતા પણ નથી. કહે વત્સ, સ્વજનોના સમાગમ શા કામનો?
બંધુઓ.... માતા પિતા અને પત્ની.. સહુ કરુણ રુદન કરતાં રહે છે ને મનુષ્યને યમરાજ ઉપાડી જાય છે! કોઈ સ્વજન એ યમરાજને રોકી શકતા નથી, પછી એવા સ્વજનોનો સમાગમ શા કામનો?
કુમાર, આપણે સહુ સંસારમાં એકલા જન્મ્યા છીએ, એકલા મરવાના અને એકલા પરલોક જવાના. તો પછી એકલાએ કેમ ન જીવવું જોઈએ? શા માટે નિઃસાર એવા સ્વજન સમાગમોની ઇચ્છા કરવી?
એટલું જ નહીં કુમાર, દરેક જીવ, દરેક મનુષ્ય એકલો જ શુભાશુભ કર્મ બાંધે છે અને એકલો જ એ કર્મોનાં ફળ ભોગવે છે. ત્યાં પછી સ્વજનો શા કામના? કોણ કોનો સ્વજન?
અને એક મહત્ત્વની વાત તને કહું છું કુમાર, કે આ સંસારમાં કોઈ સ્વજન કાયમ માટે સ્વજન રહેતું નથી! સ્વજનોનાં રૂપ બદલાયા કરે છે! આપણા હોય છે તે પરાયા બની જતાં વાર નથી લાગતી. પુત્ર શત્રુ બની શકે છે, માતા શત્રુ બની શકે છે, પિતા અને ભાઈ પણ શત્રુ બની શકે છે... તો પછી કોને સ્વજન માનવા?
“મોહથી અંધ બનેલા જીવો, આ સાચી વાતને સમજી શકતા નથી અને સ્વજનો પર આસક્તિ રાખે છે. મમત્વ બાંધે છે. કુમાર, આ બધું જાણીને મેં સ્વજનોનો ત્યાગ કર્યો હતો.'
શ્રી સમરાદિત્ય મહાકથા
396
For Private And Personal Use Only