________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખકુમારે પૂછયું : “ગુરુદેવ, આ બધું આપે કેવી રીતે જાણ્યું? જાતે જ જાણ્યું કે કોઈ જ્ઞાની પુરુષે સમજાવ્યું?'
વત્સ, તારો પ્રશન યથાસ્થાને છે. મારા જીવનમાં એક અભૂતપૂર્વ ઘટના બની હતી, તે ઘટના તને કહું છું.’
૦ ૦ ૦. “આ જ પ્રદેશમાં લક્ષ્મીનિલય' નામનું નગર છે. તે નગરમાં “સાગરદત્ત' નામના શ્રેષ્ઠી વસતા હતા. તેમનાં પત્નીનું નામ શ્રીમતી હતું. તેમનો હું પુત્ર છું. મારું નામ વિજયસિંહ' પાડવામાં આવ્યું.
શિખીકુમાર, આચાર્યદેવની આત્મકથા સાંભળવા તત્પર બન્યો. એના મુખ પર ઉત્સુકતાનો ભાવ ઊપસી આવ્યો. આચાર્યદેવે આગળ વાત ચલાવી.
લક્ષ્મીનિલય નગરની પાસે જ “લક્ષ્મી' નામનો પર્વત છે. એક દિવસ હું એકલો જ ફરવા માટે લક્ષ્મી પર્વત ઉપર ગયો. પર્વત લીલોછમ છે. નિસર્ગનું પારાવાર સૌન્દર્ય એ પર્વત ઉપર છે. હું ફરતો ફરતો નાળિયેરીના વનમાં પહોંચ્યો. હજારો નાળિયેર વૃક્ષોની ઘટામાં મેં પ્રવેશ કર્યો. વૃક્ષોને જોતો જોતો હું આગળ વધતો હતો, ત્યાં એક વૃક્ષને જોઈ... હું આશ્ચર્ય પામ્યો. ઊભો રહી ગયો એ વૃક્ષ પાસે. એ વૃક્ષનું મૂળ જમીનમાં ઘણું ઊંડું પેસી ગયેલું હતું અને એ વૃક્ષ પર રહેલાં લીલાં પાંદડાઓ ચમકી રહ્યાં હતાં. મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો : “કોઈ વૃક્ષનાં મૂળ જમીનમાં આટલાં ઊંડાં ગયેલાં દેખાતાં નથી, અને આ વૃક્ષમાં મૂળ કેમ ઊંડાં ગયાં હશે? જરૂર કોઈ વિશેષ કારણ હોવું જોઈએ.”
હું ત્યાં ઊભો ઊભો આ વિચાર કરતો હતો... ત્યાં મારા હૃદયમાં હર્ષનાં... આનંદનાં સ્પંદનો જાગવા માંડ્યાં! મારા શરીરમાં રોમાંચ થવા લાગ્યો...
પવન સુગંધી બની ગયો... છોડ ઉપર પુષ્પો ખીલી ઊઠ્યાં.. પહાડ ઉપરના ઉદ્યાનમાં છ ઋતુઓનાં ફૂલો આવી ગયાં. ભ્રમરવૃંદો મધુર ગુંજારવ કરવા લાગ્યા. પક્ષીઓનાં ટોળાં આનંદથી ગગનમાં નાચવા લાગ્યાં. વાદળમાંથી બહાર નીકળી સૂર્ય પ્રકાશવા માંડ્યો..
હું હર્ષવિભોર બની ગયો. મને સમજાયું નહીં કે આવું ચમત્કારિક પરિવર્તન કેમ આવ્યું? કુદરત સોળે શણગાર સજીને કેમ આ પહાડ પર નૃત્ય કરવા લાગી છે? વૃક્ષોના સમૂહ કેમ ઝુમવા માંડયા છે? 390
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only