________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું નાળિયેર વૃક્ષોના વનમાંથી બહાર નીકળ્યો.
મેં પશ્ચિમ દિશામાં જોયું... મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ... મારું મુખ પણ વિકસિત થઈ ગયું...
એક દિવ્ય ધર્મચક્રનું પર્વત ઉપર અવતરણ થઈ રહ્યું હતું. સૂર્યના જેવું તેજસ્વી, વિશુદ્ધ સ્વર્ણનું બનેલું, રત્નોથી જડેલું... અને ‘જય... જય... જય'નો ગંભીર ધ્વનિ કરતું... એ ધર્મચક્ર આકાશમાંથી નીચે ઊતરી રહ્યું હતું. તે ધર્મચક્રની સાથે... ગણ્યા ગણાય નહીં એટલા દેવો દિવ્યગીતો ગાતા નીચે ઊતરી રહ્યા હતા.
વાતાવરણમાં સુગંધી ધૂપની મહેક ફેલાવા લાગી... અને દૂરથી મેં શ્વેત વસ્ત્રધારી હજારો સાધુઓને આવતા જોયા. અને પછી કમળ જેવાં કોમલ સ્વર્ણકમળો ઉપર પગ દઈને ચાલ્યા આવતા તીર્થંકર ભગવંતને જોયા! અજિતદેવ નામના તે તીર્થંકર હતા. દેવોએ એમના ઉપર ધવલ છત્ર ધારણ કર્યું હતું, દુંદુભિનો નાદ થઈ રહ્યો હતો, ભગવંતના મસ્તકની પાછળ દિવ્ય ભામંડલ રહેલું હતું, દેવો બંને બાજુ ચામર ઢોળી રહેલા હતા... દેવ-દાનવ અને માનવો તીર્થંકર દેવની ભાવપૂર્વક સ્તવના ગાઈ રહ્યા હતા... હું પણ એમની સાથે ગાવા લાગ્યો... નાચવા લાગ્યો! મને લાગ્યું કે મારું પરમ સૌભાગ્ય સાકાર થઈ ગયું! અજ્ઞાનનો અંધકાર ચાલ્યો ગયો... જ્ઞાનનો પ્રકાશ મળી ગયો...
બધા મનુષ્યોની સાથે હું પણ ચાલતો રહ્યો... નાચતો રહ્યો ને ગીત ગાતો રહ્યો. ત્યાં થોડે જ દૂર દેવોએ રચેલું દિવ્ય સમવસરણ જોવા મળ્યું.
સમવસરણના ત્રણ ગઢ હતા. એક ગઢ રજતનો, બીજો સોનાનો અને ત્રીજો રત્નોનો ગઢ હતો. એ સમવસરણની આગળ દિવ્ય તોરણ હતું... અને ઊંચી ઊંચી અનેક ધજાઓ લહેરાઈ રહી હતી.
ત્રણે ગઢ ઉપર રત્નોના કલાત્મક કાંગરા હતા. ચાર દિશાઓમાં સમવસરણ ઉપર ચઢવાનાં પગથિયાં હતાં, ત્રણે ગઢની ચારે બાજુ, જ્યાંથી પગથિયાં શરૂ થતાં હતાં ત્યાં કલાત્મક દ્વાર હતાં, તોરણ હતાં,
ત્રણ ગઢની ઉપર મણિમઢેલું સિંહાસન હતું. તીર્થંકર ભગવંત અજિતદેવ, એ સિંહાસન પર બિરાજમાન થયા. તરત જ સમવસરણ પર અશોક વૃક્ષની છાયા છવાઈ ગઈ. દેવોએ પુષ્પવૃષ્ટિ શરૂ કરી દીધી. દિવ્ય ધ્વનિ ચાલુ થઈ ગયો અને દેવોએ દુંદુભિ વગાડવાની શરૂ કરી દીધી.
ચારે દિશામાં બેઠેલા દેવોને, મનુષ્યોને, અને પશુ-પક્ષીઓને ભગવાનનાં દર્શન થવા લાગ્યાં. હું પણ, જ્યાં મનુષ્યો બેઠા હતા, તેમના વિભાગમાં આગળ જઈને શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૩૭૧