________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસી ગયો!
મારા જીવનમાં, તીર્થંકર ભગવંતનાં દર્શન હું પહેલીવાર કરી રહ્યો હતો. તેઓના સમવસરણની દિવ્ય શોભા પ્રથમવાર જ જોઈ રહ્યો હતો... મારા હૃદયમાં અકથ્ય ભાવો ઉલ્લસિત થઈ રહ્યાં હતાં.
કેવું અદ્દભુત હતું તીર્થંકર ભગવંતનું રૂપ! જોતાં જોતાં મન અને નયન ધરાય જ નહીં.. કેવું આકર્ષણ ને કેવી દિવ્ય પ્રતિભા...! હું મંત્રમુગ્ધ બની ગયો હતો.
ત્યાં તીર્થકર ભગવંતે દેશનાનો આરંભ કર્યો. મધ અને સાકર કરતાંય વધારે મધુર એ વાણી હતી. સહુ દેવો, મનુષ્યો અને પશુઓ, પોતપોતાની ભાષામાં એ ઉપદેશ સાંભળી શકતાં હતાં.
શિખીકુમારે વચ્ચે પ્રશ્ન કર્યો : “ગુરુદેવ, શું દેવો એવી ગોઠવણ કરતા હશે.. કે દરેક જીવો પોતપોતાની ભાષામાં ભગવંતનો ઉપદેશ સાંભળી શકે ને સમજી શકે?”
કુમાર, એ દેવોની ગોઠવણ નથી હોતી, પરંતુ તીર્થંકર પરમાત્માનો પોતાનો અતિશય' હોય છે! દરેક તીર્થકર ભગવંતના આવા મૂળ ચાર અતિશય હોય છે. શિખીએ પૂછ્યું : “ગુરુદેવ, “અતિશય' એટલે શું?” વિશિષ્ટ પ્રભાવ!” એવા ચાર પ્રભાવ હોય છે :
૧. તીર્થકરનું કેવળજ્ઞાન એવું હોય છે કે જ્ઞાનથી તેઓ સમગ્ર સૃષ્ટિના ભૂતભાવી અને વર્તમાનકાળના સર્વ ભાવોને જાણે અને જુએ! સર્વ દ્રવ્યોને અને સર્વ પર્યાયોને જાણે અને જુએ.
૨. તીર્થંકર પરમાત્માનું એવું શ્રેષ્ઠ પુણ્યકર્મ હોય છે કે તેઓનાં ચરણે દેવદેવેન્દ્રો નમે છે.
૩. તીર્થંકર પરમાત્મા જ્યાં જ્યાં જાય, ત્યાં અને એ બાજુના પ્રદેશમાં રહેલા જીવોના રોગ-શોક દૂર થઈ જાય છે.
૪. તીર્થંકર ભગવંતની વાણી દરેક જીવો સાંભળે અને સમજી શકે! કુમાર, આ ચાર “અતિશય' કહેવાય છે. શિખીકુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપે તીર્થંકર ભગવંતને ઉપદેશ સાંભળ્યો? એ ઉપદેશમાં શું કહ્યું એમણે?
વત્સ, ભગવંતે કહ્યું : સમગ્ર જીવસૃષ્ટિ પરિવર્તનશીલ છે. કોઈ જીવનું એક રૂ૫ શાશ્વત નથી. ચાર ગતિમાં જીવોનાં રૂપ બદલાયા કરે છે. એક-એક ગતિમાં પણ જીવોનાં રૂપ બદલાતાં રહે છે. બધું જ પરિવર્તનશીલ છે. તો પછી રાગ કોના પર કરવાનો ને દ્વેષ કોના પર કરવાનો? આજે જે વસ્તુ પર, જે દ્રવ્ય પર, જીવ રાગ કરે ૭ર
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only