________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બોલ, આ બાળક કોનું છે, અને તું ક્યાં લઈ જાય છે?'
માધવિકા ઢીલીઢસ થઈ ગઈ. રડી પડી. મહારાજાએ કુમારને પોતાની પાસે લઈ લીધો. એના ઉપર વીંટાળેલું વસ્ત્ર દૂર કર્યું. કુમારને હાથમાં પકડી રાખીને રાજાએ કહ્યું : 'મારી આગળ ચાલ... મારા મંત્રણાગૃહમાં જવાનું છે.'
માધવિકા આગળ ચાલી. પાછળ મહારાજા ચાલ્યા. મંત્રણાગૃહમાં પ્રવેશીને, મહારાજાની મુખ્ય પરિચારિકા લલિતાને કુમાર સોંપીને કહ્યું. “તારી પાસે રાખ.
મહારાજા સિંહાસન ઉપર બેઠા. માધવિકા નીચું મોઢું કરીને ઊભી રહી.
કહે, આ બધું શું છે? કોના કહેવાથી તું કુમારને લઈ જતી હતી? ક્યાં લઈ જતી હતી?
માધવિકા ડરી ગઈ હતી. તેણે અથથી ઇતિ સુધીની વાત કહી દીધી. મહારાજાએ તેને ક્ષમા આપી વિદાય કરી દીધી.
મહારાજાએ લલિતાને બોલાવી. તે પ્રૌઢ વયની સ્ત્રી હતી. વિશ્વાસપાત્ર હતી. મહારાજાએ એને કહ્યું : “જો લલિતા, તારે કુમારની ધાવમાતા બનવાનું છે. એની સંપૂર્ણ જવાબદારી તારે સંભાળવાની છે. અને હા, કુમારને તારે ન તો મહારાણીને સોંપવાનો છે, ના મહામંત્રીને આપવાનો છે. તે લોકો ગમે તેટલી લાલચ આપે કે ભય બતાવે, તારે લલચાવાનું નથી કે ગભરાવાનું નથી.
અને જો કુમાર તારી પાસેથી ગયો.... તો આ તલવાર અને તારી ગરદન... સમજી?' ‘જી મહારાજા,' લલિતાએ ધાવમાતા બનવાનું સ્વીકાર્યું.
તારે નીલમણિપ્રાસાદની બાજુના નાના મહેલમાં રહેવાનું છે. સુરક્ષાનો પ્રબંધ હું કરી દઉં છું.'
મહારાજા ગંભીર વિચારમાં ડૂબી ગયા.
જો હું રાજમહેલના દારે માધવિકાને ન મળી ગયો હોત તો? જરૂર કુમારને અવાવરૂ કૂવામાં ફેંકી દેવામાં આવતએને મારી નાંખવામાં આવત... અને આ પડ્ડયંત્રમાં મહામંત્રી કેમ સંડોવાઈ ગયા? મહારાણી તો આ પુત્રને ગર્ભમાં જ મારી
નાંખવા ઇચ્છતી હતી. એ ગર્ભના કારણે જ તેના મનમાં મારા પ્રત્યે દ્વેષ, ધૃણા અને તિરસ્કાર જાગતો હતો. એને મારા શરીરનાં આંતરડાં ખાવાની ઇચ્છા જાગી. હતી... એને મારા પ્રત્યે અગાધ પ્રેમ છે... પિતૃઘાતક પુત્ર એને ન જ ગમે... પરંતુ આ રીતે પુત્રને મારી નંખાવવાનું પાપ તો ન જ કરાય ને? ખેર, હવે હું કુમારને એ શ્રી સમરાદિત્ય મહાકથા
૩૧૫
For Private And Personal Use Only