________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકોના હાથમાં જવા જ નહીં દઉં!
માધવિકાએ બનેલી આકસ્મિક ઘટનાની જાણ સર્વપ્રથમ મહામંત્રીને કરી દીધી, અને પછી મદનરેખાને. મદનરેખા ક્ષણભર થથરી ગઈ. પરંતુ તરત જ પોતાની જાતને સંભાળી લીધી. આ ઘટનામાં મહામંત્રી સંકળાયેલા છે, એટલે મારે ડરવાનું કોઈ કારણ નથી.” તેણે વિચાર્યું : “મહાદેવીને આ વાત આજે નથી કહેવી, મહામંત્રીને મળ્યા પછી જ, જે તે નિર્ણય કરીશ. પરંતુ પુષ્પલતાને વાત કરી દઉં.તેણે ધાવમાતાને વાત કરી. ધાવમાતાએ કહ્યું : “બનવાકાળ બધું બને છે... આપણે તો મહારાણીની આજ્ઞાથી કર્યું છે... આપણે કોઈ દોષ નથી, અપરાધ નથી.”
મહામંત્રી વિચક્ષણ હતા. મહારાજા એમને બોલાવે, એ પહેલાં જ તેઓ મહારાજા પાસે પહોંચી ગયા. મહારાજાના મુખ પર થોડી ગ્લાનિ હતી, મહામંત્રીએ મહારાજાને પ્રણામ કર્યા અને વિનયપૂર્વક બેઠા.
મહારાજા.જે કામ હું કરવાનો હતો, તે કામ વચ્ચેથી આપે ઉપાડી લીધું!” 'કયું કામ મહામંત્રી?' ‘કુમારના પાલનનું!”
એટલે?”
મહારાણીનું મન પ્રસન્ન રહે અને કુમાર સુરક્ષિત રહે એ રીતે મેં યોજના ઘડી રાખી હતી. એકવાર મારા હાથમાં કુમાર આવી જાત, પછી હું આપને વાત કરવાનો હતો. જો મહાદેવનો વિશ્વાસ સંપાદન કરીને કુમારને મેળવવાની યોજના ના ઘડત, તો અત્યારે કુમાર મહેલની પાછળના ખાળકૂવામાં ફેંકાઈ ગયો હોત...”
ઓહો, મહામંત્રી! તમે બહુ સારું કામ કર્યું. તમે કુમારને બચાવી લીધો... હવે મેં એના લાલન-પાલનની વ્યવસ્થા કરી દીધી છે. તમારે એ અંગે કંઈ કરવાનું રહેતું નથી.”
જેવી મહારાજાની ઇચ્છા!'
હા, પણ પુત્રજન્મની વધામણી મને રાજસભામાં મળવી જોઈએ.. પછી પુત્રજન્મનો ઉત્સવ પણ...'
મહારાજા, આપ સારી રીતે જાણો છો કે મહાદેવને આ બધું જરાય નહીં ગમે. જે કુમારને આપ ચાહો છો, એ કુમારને તેઓ ધિક્કારે છે... એનું મોઢું જોવા પણ રાજી નથી... ત્યાં પુત્રજન્મની વધામણી... ઉત્સવ... વગેરે અર્થ વિનાનું છે અને મહાદેવીને વ્યર્થ ક્લેશ કરાવનારું છે. આ તો મેં મારો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો... ૩૧૩
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only