________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી આપની જેવી આજ્ઞા.'
હું મહારાણીને સમજાવું છું. તે માની જશે....” તો મને કોઈ વાંધો નથી.' મહામંત્રીને વિદાય આપીને મહારાજા કુસુમાવલી પાસે ગયા. તેમણે મદનરેખાને પૂછયું : “જો અત્યારે દેવી સ્વસ્થ હોય તો મારે તેમની સાથે થોડી વાતો કરવી છે.”
મદનરેખાએ કુસુમાવલીને પૂછ્યું. કુસુમાવલીનું ચિત્ત નિર્મળ બન્યું હતું. પાપી જીવથી તેનો છૂટકારો થઈ ગયો હતો. એટલે મહારાજા તરફ હવે તિરસ્કારનો ભાવ રહ્યો ન હતો.
મહારાજાએ શયનકક્ષમાં પ્રવેશ કર્યો. મદનરેખાએ રાણીના પલંગ પાસે ભદ્રાસન ગોઠવ્યું. રાજાએ રાણીને કુશળપૃચ્છા કરી. રાણીએ મંદ સ્વરમાં જવાબ આપ્યો.
થોડીવાર મૌન ધારણ કર્યા પછી મહારાજાએ લાગણીભર્યા સ્વરમાં કહ્યું : “દેવી, તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ આપણો નવજાત કુમાર મારી પાસે આવી ગયો છે....!' રાણી ચમકી ગઈ... એની આંખોમાં રોષ... રીસ અને ચિંતાના ભાવો આવી ગયા.. ‘તમારી પાસે કેવી રીતે આવી ગયો નવજાત શિશુ?”
માધવિકા પાસેથી મેં લઈ લીધો.” ‘ભલે રાખજો તમારી પાસે. ક્યારેય પણ એને મારી સામે ના લાવશો. તમારો શત્રુ તમને ગમતો હોય તો પછી મારે શું?
બોલતાં બોલતાં રાણી હાંફી ગઈ. ‘દેવી, શાન્ત થાઓ. હું એને જુદા મહેલમાં રાખીશ.. તમારી સામે નહીં આવે... પછી તો તમને વાંધો નથી ને?”
અત્યારે નથી.. ને નહીં રહે, પરંતુ એ મોટો થશે ત્યારે મોટો વાંધો ઊભો થશે...'
એ સમયની વાત એ સમયે વિચારીશું..” ‘તો અત્યારે શું કરવું છે?”
રાજમહેલની પરંપરાને પાળવી પડશે ને? પુત્રજન્મની વધાઈ મને રાજસભામાં મળવી જોઈએ. પછી પુત્રજન્મનો ઉત્સવ કરવો જોઈએ. ન ગમતું હોય છતાં રાજપરિવારની પરંપરાઓને અનુસરવું પડે મહાદેવી!'
એમાં મારે શું કરવાનું છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only