________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહો, ધન્ય છે આપને! મહિના-મહિનાના ઉપવાસ કરીને જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહીને, આપ વર્ષાકાળ અહીં વિતાવશો! ખરેખર, આપ મહાન છો...”
કુમાર, આત્માને નિર્મળ કરવા માટે, કર્મનાં બંધનોથી મુક્ત કરવા માટે આ બે અમોધ ઉપાય છે : જ્ઞાન અને તપ.” હું હર્ષવિભોર બની ગયો હતો. પૂછ્યું :
ભગવંત, શું હું પ્રતિદિન અહીં આપની પાસે આવી શકે? મારા આવવાથી આપના જ્ઞાન-ધ્યાનમાં કે સાધુ જીવનના આચારપાલનમાં વિક્ષેપ તો નહીં થાય?”
મારા પ્રશનથી ચારે મુનિવરોના મુખ પર મીઠું સ્મિત રમી ગયું. જ્યેષ્ઠ મુનિવરે મને પ્રેમથી કહ્યું : “મહાનુભાવ, અમારે જેવી રીતે આત્મકલ્યાણ કરવાનું છે તેવી રીતે બીજા સુયોગ્ય આત્માઓ પર પણ ઉપકાર કરવાનો હોય છે. જિનેશ્વરોની આજ્ઞા છે કે સુયોગ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપવામાં થાકવું નહીં. કેટાળવું નહીં. માટે વત્સ, તું પ્રતિદિન અહીં આવી શકીશ. અમે તને સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં તત્ત્વોનો બોધ આપીશું.”
અહો, આપ કેવા કરુણાવંત છો. મારા જેવા અબોધ.. અજ્ઞાની અને તુચ્છ મનુષ્ય પર આપે અપાર કરુણા કરી. આપની પાસે પ્રતિદિન આવવાથી. આપનો બોધ પામવાથી. મારા સંતપ્ત આત્માને અપૂર્વ શાન્તિ મળશે.”
કુમાર, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં જીવને એક માત્ર જિનવચનનો સાચો સહારો છે. જિનવચનથી જ સાચી શાન્તિ પ્રાપ્ત થાય છે.'
મેં વિચાર્યું : “આ મુનિવરો આજે વિહાર કરીને આવેલા છે. શ્રમિત થયેલા છે, વળી ભિક્ષાનો પણ સમય થયો છે. મારે હવે અહીંથી જવું જોઈએ.’ મુનિવરોને ભિક્ષા માટે આમંત્રણ આપ્યું, તેઓને પુનઃ પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળી, તળેટીમાં આવી, અધ્યારૂઢ બની નગરમાં આવ્યો.
વિભાવસુના મૃત્યુ પછી, ઘણા દિવસે મારા પરિવારે મને પ્રસન્ન મુખમુદ્રામાં જોયો. સહુને આનંદ થયો. સહુનાં હૃદય શાન્ત થયાં.
મેં મારાં માતા-પિતાને કહ્યું : પર્વતની ગુફામાં ચાર મહાન તપસ્વી મુનિવરો પધાર્યા છે. તેમનાં દર્શન કરીને સાચે જ, હું ધન્ય બની ગયો. તેમની વાણી સાંભળીને હર્ષવિભોર થઈ ગયો. તેઓ ચાર મહિના રહેવાના છે એ ગુફામાં, મહિનામહિનાના ઉપવાસ કરવાના છે. હું પ્રતિદિન એ મહાત્માઓનાં દર્શન કરવા જઈશ, એમની સેવા કરીશ. એમની ધર્મવાણી સાંભળીશ. એનાથી મારા મનને શાન્તિ મળશે, પ્રસન્નતા મળશે.'
માતા-પિતાએ રાજી થઈને અનુમતિ આપી. મેં ભોજન કર્યું. મારા ખંડમાં આવીને વિશ્રામ કર્યો... મારા મનમાં.. મારી કલ્પનામાં એ ચાર મુનિવરો સિવાય કંઈ જ
૧૮
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only