________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વત છે, એ પર્વતની ગુફામાં પધારેલા છે, અને તેઓ ત્યાં વર્ષાકાળમાં સ્થિરતા કરવાના છે. મુનિવરો, શાન્ત, પ્રશાન્ત અને તપસ્વી લાગે છે...”
મહામંત્રીની વાત સાંભળીને મારું મન આનંદિત થયું. મિત્રના મૃત્યુ પછી પહેલી જ વાર મારા વિરહાગ્નિથી સળગતા હૃદય પર શીતળ જળનો છંટકાવ થયો.
મહામંત્રીજી, હું અવિલંબ એ મુનિવરોનાં દર્શન કરીશ.' મહામંત્રી ચાલ્યા ગયા.
મેં વસ્ત્રપરિવર્તન કર્યું. નોકરને કહી મારો અચ તૈયાર કરાવ્યો. અધ્યારૂઢ થઈ પર્વત તરફ ચાલ્યો. પરંતુ મારા મનમાં તો મારા એ સ્વર્ગસ્થ મિત્રના જ વિચારો હતા, “એ જીવંત હોત તો આજે અમે બંને સાથે જ મુનિવરોનાં દર્શન કરવા જાત. અમારા અશ્વો સાથે-સાથે ચાલતા હોત....”
વિચારોમાં ને વિચારોમાં ક્યારે પર્વતની તળેટી આવી ગઈ. તેની મને ખબર ન પડી. અશ્વ ઊભો રહી ગયો હતો. હું નીચે ઊતર્યો. અશ્વને ત્યાં છુટો મૂકી, ગુફા તરફ જતા પર્વતીય માર્ગ પર ચાલવા માંડ્યો.
આ ગુફા મારી જાણીતી હતી. આ ગુફામાં મોટા ભાગે યોગી, મુનિ અને તાપસો જ આવતા હતા, રહેતા હતા, અને સાધના કરીને ચાલ્યા જતા હતા. અમે બે મિત્રો એ બધાની પાસે આવતા-જતા હતા.
હું ગુફાના દ્વારે પહોંચ્યો.
મેં ચાર તેજસ્વી મુનિવરોનાં દર્શન કર્યા. બે મુનિવરો ધ્યાનલીન હતા, બે મુનિવરો સ્વાધ્યાયમગ્ન હતા, તેમના મુખ પર સૌમ્યતા હતી. મારા હૃદયમાં હર્ષ થયો. મેં ગુફામાં પ્રવેશીને એ ચારે મુનિવરોને વંદના કરી. તેઓએ મને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા. મારા માટે “ધર્મલાભ' શબ્દ નવો હતો. કારણ કે જિનેશ્વરશાસનના મુનિવરોનાં હું પ્રથમ વાર જ દર્શન કરતો હતો.
હે મુનિવરો, આપને કુશળતા છે?” મેં કુશળપૃચ્છા કરી.
પરમાત્માની અને સદ્ગુરુની કૃપાથી અમે કુશળ છીએ.” જ્યેષ્ઠ મુનિવરે પ્રત્યુત્તર આપ્યો.
વર્ષાકાળમાં શું આપ અહીં સ્થિરતા કરવાના છો?' બે-ચાર દિવસથી જ વર્ષનો પ્રારંભ થવાનાં ચિહ્નો દેખાતાં હતાં, તેથી મેં તેમને આ પ્રશ્ન પૂછ્યો. ‘હા મહાનુભાવ, વર્ષાકાળ આ શાન્ત સ્થળમાં રહેવાની ભાવના છે.”
પરંતુ ભગવંત, નગર દૂર હોવાથી, ભિક્ષા માટે વર્ષાકાળમાં આપને તકલીફ નહીં પડે?
કુમાર, અમે ચારે મુનિ, મહિના-મહિનાના ઉપવાસ કરવાની ઇચ્છા રાખીએ છીએ. એટલે મહિને એક વાર જ ભિક્ષા માટે નગરમાં જવાનું થશે.” શ્રી સમસદિત્ય મહાકથા
૧૭.
For Private And Personal Use Only