________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યું નહીં. રાત્રે પણ એમના જ વિચારોમાં.મને ક્યારે ઊંઘ આવી ગઈ, તેની ખબર પડી નહીં.
બીજા દિવસે પ્રભાતે નિત્ય કાર્યોથી પરવારી, અશ્વારૂઢ બની હું એ મુનિવરો પાસે પહોંચી ગયો.
મુનિવરોને મેં હર્ષિત તન-મનથી વંદના કરી, તેમણે મને ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. ચારે મુનિવરોને વંદના કરી, તેમની કુશળતા પૂછી, વિનયપૂર્વક એમની સામે બેઠો.
ત્રણ મુનિવરો એમના સ્વાધ્યાયમાં લીન હતા. હું જ્યેષ્ઠ મુનિવર પાસે બેઠો હતો. મેં તેઓને પ્રશ્ન કર્યો :
‘મહાત્મનું, ધર્મનો પ્રારંભ ક્યાંથી થાય?’
‘શ્રદ્ધાથી,’ તેમણે ટૂંકો જવાબ આપ્યો.
‘પ્રભો, શ્રદ્ધાનું સ્વરૂપ સમજાવશો?’
‘અરિહંત જ મારા પરમાત્મા, જિનાજ્ઞાના પાલક સાધુપુરુષો મારા ગુરુ અને સર્વજ્ઞપ્રણિત ધર્મ જ મારો ધર્મ, આવી માન્યતાને શ્રદ્ધા કહેવાય.'
અરિહંત કેવા હોય ?’
‘રાગ નહીં. દ્વેષ નહીં. વીતરાગ હોય. ત્રિકાળજ્ઞાની હોય. લોકાલોકનાં સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોના જ્ઞાત અને દ્રષ્ટા હોય.'
તેઓ ધર્મતીર્થની સ્થાપના કરનારા હોવાથી ‘તીર્થંકર' કહેવાય છે. તીર્થંકરોના બાર વિશિષ્ટ ગુણો હોય છે. તેઓ જે સમવસરણમાં ધર્મોપદેશ આપે છે, તે સમવસરણની રચના દેવો કરતા હોય છે. સોના-રૂપા અને રત્નોના ત્રણ ગઢની રચના કરી તેના ઉપર મણિ-મઢેલું નયનરમ્ય સિંહાસન મૂકે છે. તેના ઉપર તીર્થંકર ધર્મદેશના આપે છે. સમવસરણ ઉપર અશોકવૃક્ષની છાયા હોય. તીર્થંકરના ઉપર ત્રણ છત્ર હોય, તીર્થંકરના મસ્તકની પાછળ ભામંડલ હોય, બે બાજુ દેવો ચામર ઢાળે... આકાશમાં દેવો દુંદુભિ વગાડે, દિવ્યધ્વનિ કરે અને પુષ્પવૃષ્ટિ કરે.
લોકાલોક-પ્રકાશક તેઓનું જ્ઞાન હોય.
સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી વાણી હોય, દેવો, દેવેન્દ્રો અને સમ્રાટો એમના ચરણોની પૂજા કરે,
જ્યાં જ્યાં તેઓ વિચરે ત્યાં ત્યાં રોગ-ઉપદ્રવો દૂર થાય... ‘આવા અરિહંત ભગવંતો હોય છે.’
મેં એ મુનિરાજને પૂછ્યું : ‘એ વીતરાગ હોવા છતાં બીજા જીવોને સુખી કરે?’ તેમણે કહ્યું : ‘હા, તેઓ સ્વયં પરમ સુખી હોય છે, તેમના શરણે ગયેલા જીવોને પરમ સુખી કરે છે. તેઓ સ્વયં બુદ્ધ હોય છે, તેમના શરણે ગયેલાઓને બુદ્ધ બનાવે છે. તેઓ ભવસાગરને તરેલા હોય છે, એમના શરણે ગયેલા જીવોને ભવસાગરથી
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૯