________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે છે.”
ભગવંત, શું અરિહંત પરમાત્મા સંસારના જીવોની રક્ષા કરે છે?' તેઓએ કહ્યું : “હા, તેઓ રક્ષા કરે છે. જેવી રીતે ગોવાળ એનાં પશુઓની રક્ષા કરે છે, જેમ સાર્થવાહ પોતાના સાથેની રક્ષા કરે છે અને જેમ વહાણનો કપ્તાન વહાણમાં બેઠેલા યાત્રિકોની રક્ષા કરે છે, તેમ પરમાત્મા અરિહંત, તેમના શરણે ગયેલાઓની રક્ષા કરે છે.”
મેં એ મુનિવરને કહ્યું : “આવા પરમ કરુણાવંત પરમાત્મા પ્રત્યે તો સહજ રીતે શ્રદ્ધા પ્રગટે!”
અરે કુમાર, તું તારી સગી આંખે જો એ અરિહંત પરમાત્માને જુએ તો ઘર-બાર અને સ્નેહી-સ્વજનો બધું જ ભૂલીને એમનો અનન્ય પ્રેમી થઈ જાય! અદ્દભુત અને અદ્વિતીય, એમનું રૂપ અને લાવણ્ય હોય છે. પ્રહરના પ્રહર.. એમને અનિમેષ નયને જોયા કરીએ, તો પણ ધરાઈએ નહીં! પ્રહરના પ્રહર એમની સામે ઊભા રહીએ તો થાકીએ નહીં! એમના પુનિત સાન્નિધ્યમાં નથી લાગતી ભૂખ, નથી લાગતી તરસ નથી રહેતો ખેદ, નથી રહેતો ઉગ...” “હે મુનિવર, એવા પરમાત્માનાં દર્શન ક્યાં થાય? કેવી રીતે થાય?”
કુમાર, આ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે તીર્થકર ભગવંત વિચરે છે, પરંતુ ઘણા-ઘણા દૂરના પ્રદેશમાં છે. અમે એમનાં દર્શન કરેલાં છે..” “શું પ્રભો? આપે દર્શન કરેલાં છે એ પરમાત્માનાં?”
હા કુમાર, અમે સમવસરણમાં બેસીને ધર્મદેશના સાંભળી છે.... દિવસોના દિવસો એમના સાન્નિધ્યમાં રહેલા છીએ...”
સાચે જ તમે મહાન પુણ્યશાળી છો... શ્રેષ્ઠ ભાગ્ય તમને વરેલું છે... તમારું આ મનુષ્ય જીવન સફળ થયું છે.” હું ભાવવિભોર થઈ ગયો હતો.
આચાર્ય વિજયસેન ભાવપૂર્ણ પ્રવાહમાં બોલી રહ્યા હતા. રાજા ગુણસેન અને પરિવાર.. તલ્લીન બની સાંભળી રહ્યા હતા. રાજા ગુણસેને કહ્યું :
ભગવંત, આપ પણ કેવા ભાગ્યશાળી છો...? આપને કેવા ઉત્તમ સદૂગુરુઓનો એ ગુફામાં પરિચય થઈ ગયો? પરમાત્મતત્ત્વની કેવી સરસ વાતો સાંભળવા મળી!”
“રાજન, ચાર મહિનામાં મને સર્વજ્ઞ શાસનનાં ઘણાં તત્ત્વોનું એ મુનિવરોએ જ્ઞાન આપ્યું. મેં જે જે જિજ્ઞાસા પ્રગટ કરી, મને સંતોષ થાય એ રીતે તેઓએ પ્રત્યુત્તરો આપ્યા, વિસ્તારથી “આત્મા’ સમજાવ્યો, આત્માનાં સ્વાભાવિક અને વૈભાવિક સ્વરૂપ સમજાવ્યાં,
ભાગ-૧ ( ભવ પહેલો
૧૧0
For Private And Personal Use Only