________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડ પુગલોનું વ્યાપક સ્વરૂપ સમજાવ્યું, પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વોનું વિશાળ સામ્રાજ્ય દેખાડ્યું, કર્મ-વિજ્ઞાનનાં અતલ ઊંડાણ બતાવ્યાં,
સંસારની ચાર ગતિ, તેમાં અનંત જીવોનું પરિભ્રમણ, સુખ-દુઃખના અનુભવો... જન્મ અને મૃત્યની વેદનાઓ... જન્મ-જન્મે બદલાતા સંબંધો... તેમાં પેદા થતી વિષમતાઓ... આ બધું મને દિવસોના દિવસો સુધી સમજાવ્યું,
આત્માને કર્મબંધનોથી મુક્ત કરવાના ઉપાય બતાવ્યા, મોક્ષનું. મુક્તિનું સ્વરૂપ સમજાવ્યું.. આ બધું સમજાવવા તેઓએ સાચી કથાઓ અને કાલ્પનિક ઉપનય કથાઓ કહી...
મહાપુરુષોનાં એવાં જીવન-ચરિત્રો સંભળાવ્યાં કે સાંભળતાં સાંભળતાં... હર્ષની.. વિષાદની ભયની. આશ્ચર્યની. અનેકવિધ લાગણીઓનાં પૂર ઊમટતાં હતાં.
રાજન, ચાર મહિના ક્યાં વીતી ગયા... સમજ ના પડી. એ ચાર તપસ્વી મુનિઓની સેવા કરવાનો, પર્યાપાસના કરવાનો પણ મને ઉત્તમ લાભ પ્રાપ્ત થયો.
તમને આશ્ચર્ય થશે રાજન, કે એ ગુફામાં મારા સિવાય, એ નગરનાં કોઈ પણ મનુષ્યો ચાર મહિનામાં ક્યારેય આવ્યાં નહીં! અને તેથી એ ચાર મુનિવરોની આરાધનામાં કોઈ વિક્ષેપ પડ્યો નહીં.
હું, પ્રતિદિન તેઓને જે સમય અનુકૂળ રહેતો. એ સમયે જ એમની અનુજ્ઞા લઈને જતો હતો. જેમ જેમ એ મહાત્માનો પરિચય વધતો ગયો, તેમ તેમ મારો પ્રેમ વૃદ્ધિ પામતો ગયો. એમના પ્રત્યે મારી શ્રદ્ધા દૃઢ થતી ચાલી. મેં અનુભવ્યું કે મારાં ઘણાં ઘણાં પાપો ધોવાઈ રહ્યાં છે.
તેઓ સર્વે ઉપશાન્ત આત્માઓ હતા. કષાયી પર જાણે એમણે વિજય મેળવ્યો હતો. ક્રોધ, લોભ, મદ, માન, હર્ષ, ઉદ્વેગ... વગેરે કોઈ દુર્ભાવ એમનામાં મેં અનુભવ્યા નહીં. એક દિવસ તેઓને મેં પૂછેલું : “ભગવંત, આપ રાત્રિ કેવી રીતે પસાર કરો છો?'
તેઓએ કહ્યું : “ક્યારેક ગુફામાં, ક્યારેક ગુફાના દ્વારે... ક્યારેક બીજા કોઈ નિકટના પર્વતીય પ્રદેશમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહીએ છીએ. ક્યારેક જિનોક્ત તત્ત્વોની અનુપ્રેક્ષા કરતા રહીએ છીએ... ક્યારેક અધ્યયન કરેલા શાસ્ત્રોના સ્વાધ્યાય કરીએ છીએ!”
મહિના-મહિનાના ઉપવાસ કરવા છતાં એ મહાત્માઓને મેં ક્યારેય થાકેલા નથી જોયા... કોઈ પણ શસ્ત્ર વિના પર્વતીય પ્રદેશમાં રહેવા છતાં એમનામાં મેં ક્યારેય ભય નથી જોયો. નથી ક્યારેય મારી ઉપેક્ષા કરી, કે નથી મારી પાસે કોઈ અપેક્ષા રાખી, તેઓની નિઃસ્પૃહતા અને અકિંચનતાથી હું પ્રભાવિત થતો ગયો હતો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only