________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સમયે જ્યારે પૃથ્વી પર ધોધમાર વર્ષા થઈ રહી હતી, અમે ગુફામાં બેઠા હતા, તેઓએ સ્વયે મને કહેલું: ‘વિજયસેન, આ દુનિયામાં દુઃખનાં મૂળ કારણો પરદ્રવ્યોની, પરપદાર્થોની, પર-વ્યક્તિઓની આશા અને અપેક્ષાઓ છે. તૃષ્ણાઓ અને કામનાઓ છે. જેમ જેમ એ આશાઓ અને અપેક્ષાઓ સંતોષાતી જાય છે તેમ તેમ તે વધતી જાય છે. એનો કોઈ અંત નથી.
માટે સુખી થવાનો સાચો માર્ગ, એ આશાઓથી, અપેક્ષાઓથી, તૃષ્ણાઓથી અને કામનાઓથી મુક્ત થવાનો છે. અમે સ્વજનો, પરિજનો અને વૈભવોની આશાઓથી મુક્ત થયા છીએ. એ બધાની કોઈ અપેક્ષા રહી નથી. અત્યારે અમે આ શરીર અંગેની અપેક્ષાથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ છીએ.” તેઓની મારા પર કૃપા વરસી રહી હતી..
‘કુમાર, મનને ચંચળ કરનારી, અસ્થિર કરનારી, વિહ્વળ કરનારી આશાઓ ને અપેક્ષાઓ જ છે. જેમ જેમ એ ઘટતી ગઈ, તેમ તેમ અમે મનની સ્થિરતા અને સ્વસ્થતા પ્રાપ્ત કરતા ગયા. મન જ્ઞાનમાં અને ધ્યાનમાં... રમવા માંડ્યું. તેમાં જ તૃપ્તિ અનુભવવા માંડ્યું.”
હું ક્યારેક ક્યારેક તેઓને પૂછતો હતો : “શું આપને ક્યારેય વૈષયિક વાસનાઓ મનમાં ઊઠતી નથી? તેઓ ઈષતું હાસ્ય સાથે કહેતા હતા : “વત્સ, વાસનાને જાગવાનો અવસર મળે, નિમિત્ત મળે.. તો જાગે ને? આઠ પ્રહરની... દિવસરાતની અમારી જીવનચર્યા જ એવા પ્રકારની છે કે એ વિચારની વાસનાઓ મૃતપ્રાયઃ બની ગઈ છે. અને તપશ્ચર્યા, એ વાસનાઓને મારવાનું અમોઘ શસ્ત્ર છે.
વળી, જ્ઞાન-ધ્યાનમાં પરમ તૃપ્તિ અનુભવતું મન, વાસનાઓના કાદવમાં રમવાનું પસંદ જ કરતું નથી! કુમાર, હવે તો આત્મધ્યાનમાં જે પરમાનંદની અનુભૂતિ થાય છે. તેમાં જ તૃપ્તિ થાય છે.'
આચાર્ય વિજયસેને રાજા ગુણસેનને કહ્યું : “એ મુનિવરોનું સાન્નિધ્ય મારી પરમ તૃપ્તિનું કારણ બની ગયું.”
રાજા ગુણસેને પૂછ્યું : “ભગવંત, એ મહાત્માઓની આવી અમૃતમયી વાણી સાંભળીને આપને કેવું આત્મસંવેદન થતું હતું?'
રાજન! એ શબ્દોમાં વ્યક્ત થાય એવું નથી. શબ્દો ઓછા પડે છે એની અભિવ્યક્તિ કરવામાં...”
“સાચી વાત છે પ્રભો, આજે હું પણ એવું જ કોઈ સંવેદન કરી રહ્યો છું. કહેવા માટે શબ્દો નથી...' - “રાજન, મારા ઉત્કૃષ્ટ આત્મસંવેદનની પળો તો ત્યારે આવી કે જ્યારે ચાતુર્માસના ચાર મહિના પૂરા થઈ ગયા હતા!”
“એવું શું બન્યું હતું ભગવંત?' મહારાજા ગુણસેનની ઉત્સુકતા વધી ગઈ. ૧૧ર
ભાગ-૧ ( ભવ પહેલે
For Private And Personal Use Only