________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩.
આચાર્ય વિજયસેને કહ્યું : “હું મારા શયનખંડમાં સૂતેલો હતો. બે પ્રહરની નિદ્રા પૂર્ણ થતાં હું જાગી ગયો. જાગતાં જ મને એ મુનિવરોના વિચાર આવ્યા.
સ્વનોમાં પણ મને એ મુનિવરોનાં જ દર્શન થતાં હતાં... પછી જાગતાં એમના વિચારો આવે, તેમાં આશ્ચર્ય શું? પરંતુ એ રાત્રે જાગતાંની સાથે મને જે વિચાર આવ્યો, તેણે મને ઊભો કરી દીધો. “ઓહો... ચાતુર્માસની આ છેલ્લી રાત છે.. પ્રભાતે એ મુનિવરો વિહાર કરી જશે. મારે અત્યારે જ એમની પાસે જવું જોઈએ. પ્રભાતે તેઓને વિદાય આપી.. પછી પાછો આવીશ...' ' સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યા અને મહેલની બહાર નીકળી ગયો. રાત્રિનો અડધો પ્રહર બાકી હતો. મેં પગે ચાલીને જવાનો નિર્ણય કર્યો. અર્ધ ઘટિકામાં તો હું નગરની બહાર આવી ગયો. સામે જ પર્વત દેખતો હતો.
પરિચિત માર્ગ હતો, હું ઝડપથી ચાલ્યો... થોડે દૂર ગયો... અને મને જાણે પૃથ્વી ડોલતી હોય તેવું લાગ્યું... હું ઊભો રહી ગયો.. ગંધાર પર્વત સામે જોયું... પર્વત જાણે ગર્જના કરતો હોય એમ મને લાગ્યું. હવા સુગંધવાળી લાગીઅને આગળ કંઈ વિચારું એ પહેલા તો આકાશમાં પ્રકાશ રેલાઈ ગયો! જય-જયકારનો ધ્વનિ સંભળાવા લાગ્યો....
હું તીવ્ર ગતિથી પર્વત તરફ ચાલ્યો. તળેટીમાં પહોંચ્યો. ત્યાં મેં કોઈ ખાડાટેકરા ન જોયા... જે હું રોજ જોતો હતો. હું પર્વત પર ચડ્યો. ગુફા તરફ ચાલ્યો... ત્યાં આસપાસના પ્રદેશ સમતલ બની ગયો હતો. સુગંધી જલની ઝરમર-ઝરમર વૃષ્ટિ શરૂ થઈ. સુંદર... સુગંધી પુષ્પો વરસવા લાગ્યાં.. કે જે પુષ્પોને મેં ક્યારેય જોયેલાં ન હતાં.
હું ગુફાની સામે જે અશોકવૃક્ષોની ઘટા હતી, ત્યાં જઈને ઊભો રહ્યો. ચમત્કારિક રીતે થઈ રહેલા નિસર્ગના પરિવર્તનને જોઈ રહ્યો. હૃદય અવર્ણનીય આનંદ અનુભવી રહ્યું હતું.
ત્યાં આકાશમાર્ગે અનેક દિવ્ય વિમાનોને આવતાં જોયાં. ગુફાની આસપાસના વિશાળ ભૂમિપ્રદેશમાં વિમાનો મૂકી, તેમાંથી અનેક દેવદેવીઓ ઊતરીને ગુફાના દ્વારે આવવા લાગ્યાં. હું આંખો બંધ કરીને ખોલું છું. ત્યાં તો ભવ્ય અને નયનરમ્ય ચાર સ્વર્ણકમલ રચાઈ ગયાં હતાં અને એ ચાર સ્વર્ણકમલો પર ચાર મુનિવરો બિરાજમાન થયા હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૩
For Private And Personal Use Only