________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મૌન રહી. આજે તેમનો બોલવાનો રણકો સાંભળીને મારા પેટમાં ફાળ પડી... હું નારાજ થાઉં એવું એ ક્યારેય મારી સાથે બોલતા ન હતા, આજે બોલ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયાં. તેઓ ઘરની બહાર નીકળી ગયા.
બસ, તે પછી તેમણે મારી સાથે બોલવાનું બંધ કર્યું. મારા પ્રત્યેનો રાગ નાશ પામ્યો, દ્વેષ જાગ્રત થયો.... મારી સાથેનો સંભોગ ત્યજી દીધો.. જાણે કે અમે પતિપત્ની જ નથી એવો વ્યવહાર સ્થપાઈ ગયો.
છતાં મેં તેમનો અવિનય ક્યારેય ન કર્યો. મેં તેમને ધર્મની વાતો કહેવાની બંધ કરી... હું તેમને ભોજન કરાવતી. હું તેમનાં વસ્ત્રોની કાળજી રાખતી.. મારા મુખ ઉપર કે હૃદયમાં એમના પ્રત્યે જરાય દુર્ભાવ પ્રગટ્યો નહીં. અલબત્ત, મારા મનમાં દુઃખ પેદા થયું હતું. છેવટે માણસનું મન ખરું ને! મેં સંપૂર્ણપણે કંઈ ઇન્દ્રિયવિજય કરેલો ન હતો...
પરંતુ હું હવે એમની વિષયેચ્છાને તાબે થઈ શકે એમ ન હતી... કે સાધ્વીજીનો સંગ છોડી શકું એમ ન હતી. એમ ને એમ અમાર જીવનપ્રવાહ વહી રહ્યો હતો.
એક દિવસ તેમણે મને પૂછયું : “સોમા, તારે સાધ્વી બની જવું છે? જો તને વૈષયિક સુખો ગમતાં જ નથી, તો પછી ગૃહવાસમાં શા માટે રહેવું જોઈએ? છોડી દે સંસાર... અને સાધ્વી બનીને ચાલી જા.'
હું તેમના આ પ્રસ્તાવનો આશય ના સમજી શકી.
મારા તરફથી એમને એમની ઇચ્છા મુજબ સુખો મળતાં ન હતાં, તેથી તેમણે બીજી કન્યા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારા જ નગરના એક સાર્થવાહ નાગદેવની પુત્રી નાગશ્રીની તેમણે માગણી પણ કરી હતી. પરંતુ મારા પિતાજી સાથે નાગદેવની મૈત્રી હતી, તેથી નાગદેવે પોતાની પુત્રી આપવાની ના પાડી. મારા પતિ નિરાશ થઈ ગયા હતા... તેઓ સમજ્યા કે જ્યાં સુધી સોમા જીવતી છે, ત્યાં સુધી મને કોઈ કન્યા નહીં આપે.” એટલે પહેલાં તો મને સાધ્વી બની જવાની વાત કરી, પરંતુ મેં એ વાત ના સ્વીકારી ત્યારે તેમણે મને મારી નાંખવાનો ક્રૂર વિચાર કર્યો
તેમને સ્ત્રીનું સંભોગસુખ જોઈતું હતું. તેમની વિષયવાસના પ્રબળ હતી, મારા પ્રત્યે તેમને અત્યંત અણગમો થઈ ગયો હતો. એટલે તેઓ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા.
હું એમને એમના માર્ગમાં વિજ્ઞભૂત લાગી.
મને મારી નાંખવા માટે તેઓ ઉપાય વિચારવા લાગ્યા. તેમના ઉપર કલંક ના આવે, એ રીતે મને મારવાની યુક્તિ શોધી.
મને તો સપનામાંય આવો ખ્યાલ ના આવ્યો કે મારા પતિ મને મારી નાંખશે! હું તો મારી રીતે જીવન જીવતી રહી. એમના ઉપરનો મારો વિશ્વાસ અખંડ હતો.
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only