________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે મારા વિશ્વાસનો ઉપયોગ કર્યો.
સંધ્યાકાળ પૂરો થયો હતો. પૃથ્વી પર અંધારું ઊતરી આવ્યું હતું. રોજ મુજબ હું અમારા શયનખંડમાં પહોંચી ગઈ હતી. અમારા શયનખંડની અંદર બીજો એક નાનો ઓરડો હતો. એ ઓરડામાં અમારે ભાગ્યે જ જવાનું થતું.
તેઓ આવ્યા. પલંગ પર બેઠા. મારી સામે જોયું. મેં પણ તેમને પાણીનો પ્યાલો આપ્યો. તેમણે પાણી પીધું... અને મૌન પથરાયું. મારી કોઈ વાત એમને ગમતી ન હતી, એટલે હું તો મૌન જ રહેતી હતી.
આજે તેમણે મૌનનો ભંગ કર્યો. તેઓ બોલ્યા : સીમા, તું પહેલાં કેવી હતી... ને હવે કેવી બદલાઈ ગઈ છે?
મેં જવાબ ના આપ્યો. મારી દૃષ્ટિ ભૂમિ પર સ્થિર હતી. “તું માત્ર તારા જ સુખનો વિચાર કરે છે... તારે તારો જન્મ એટલા માટે સુધારવો છે... કે આવતા જન્મમાં તને દેવલોકનાં સુખ મળે! દિવ્ય સુખો મળે.. ખરું ને? અને હું ભલે તારી માનેલી નરકમાં જાઉં! તું દેવલોકમાંથી જોજે મને નરકનાં દુઃખો હું ભોગવીશ. એ જોઈને હું રાજી થજે!
અરે મૂર્ખ સ્ત્રી, તું કંઈ જ સમજતી નથી... તું આ ભવમાં પણ વૈષયિક સુખોથી વિંચિત થઈ... અને શી ખબર તારું સ્વર્ગ છે કે કેમ? ત્યાં પણ તને સુખો મળવાનાં નથી. મને દુઃખી કરીને તું સુખી થઈ શકીશ? આવો ધર્મ તને સમજાવીને એ ધૂર્ત સાધ્વીએ તને સંમોહિત કરી દીધી છે.'
હું કંઈ જ ના બોલી. સાધ્વીજી માટે તેઓ ઘસાતું બોલતા હોવાથી મારું હૃદય દુઃખી થતું હતું. પરંતુ મેં એ દુઃખ શબ્દોમાં વ્યક્ત ના કર્યું. કારણ કે મારા બોલવાથી એમનો રોષ વધવાનો જ હતો. મારા ના બોલવાથી પણ તેમનો રોષ વધી ગયો.
તું બોલતી નથી... કેમ બોલતી નથી? પહેલાં તો મને કલાકો સુધી ઉપદેશ આપવા બેસતી હતી... કે જ્યારે હું તારી સાથે સ્વચ્છંદપણે સંભોગસુખ માણવા ઇચ્છતો હતો.. જાણે કે તું ધર્મમૂર્તિ હો.. એ રીતે દંભ કરતી હતી. હવે અત્યારે
જ્યારે હું તારી સાથે વાત કરું છું ત્યારે મોં સીવીને બેઠી છે.... ખરેખર, મેં તને આવી નહોતી જાણી. અને તે પહેલાં આવી હતી પણ નહીં.. પેલી સાધ્વીએ આ નગરમાં આવીને મારા ઘરમાં હોળી સળગાવી છે.”
રોકવાનો પ્રયત્ન કરવા છતાં આંસુ ના રોકાયાં. મારી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી...
તેઓ ઊભા થયા. બહાર જવા તૈયાર થયા. મને કહ્યું : મારે બહાર જવું છે... અંદરના ખંડમાં એક માટીનો ઘડો પડ્યો છે. તેમાં એક પુષ્પમાળા છે, તે લાવી
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only