________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપીશ? માળા લઈ જવાની છે.'
હું ઊભી થઈ. ઝટ એ ખંડમાં ગઈ. ખંડમાં અંધારું હતું. છતાં ખંડની વચ્ચોવચ પડેલો ઘડો મને દેખાયો. મેં જઈને ઢાંકણું ખોલી હાથ અંદર નાખ્યો.. હાથ અંદર નાંખતાં જ ઝેરી સાપે મને ડંખ માર્યા... સાપને ફૂલમાળા સમજીને મેં એને પકડીને બહાર કાઢ્યો... તેને ખંડમાં જ ફેંકીને હું બહાર દોડી આવી. તેમને મેં કહ્યું : “મને સાપે ડંખ દીધો છે.'
અરે... તને સાપ કરડ્યો?” તેમણે મારો હાથ પકડ્યો. ડંખ ઉપર હાથ ફેરવ્યો.. આકુળ-વ્યાકુળ બની જવાનો દેખાવ કર્યો.
વાસ્તવમાં મને મારી નાંખવા માટે જ આ યોજના ઘડી હતી. મને કાળી વેદના થવા લાગી.. જમીન પર તરફડવા લાગી.
તેઓ બોલ્યા : “સાપનું ઝેર ઉતારનારને હું જાણતો નથી... ને મને ઝેર ઉતારતાં આવડતું નથી... અરેરે.. આ શું થઈ ગયું? એ ઘડામાં સાપ ક્યાંથી આવી ગયો?'
તેઓ ખંડમાં દોડાદોડ કરવા લાગ્યા... તેમને સમય પસાર કરવો હતો... જેથી મારા શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ જાય અને હું મરણને શરણ થઈ જાઉં!
મને લાગ્યું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મારો આત્મભાવ શાંત રાખ્યો. મારા મનમાં રુદ્રદેવ પ્રત્યે જરાય રોષ ના આવ્યો... કારણ કે હું સમ્યગ્દર્શન પામી હતી. સંસારના સ્વરૂપને મેં જાણ્યું હતું.
મેં સર્વ જીવોને ખમાવી દીધા. પરમાત્માના ધ્યાનમાં મનને જોડવા પ્રયત્ન કર્યો. બીજી બાજુ મારા પતિએ કોલાહલ કરવા માંડ્યો હતો.
મારા શરીરના સાંધા તૂટવા લાગ્યા. હૃદયમાં આગના ભડકા થવા લાગ્યા... મકાન ભમતું લાગ્યું... મને ચક્કર આવવા લાગ્યા. ભૂમિ પર નિચ્ચેતન બનીને ઢળી પડી.
મારું મૃત્યુ થયું.
દેહ છૂટી ગયો, આત્મા પહેલા દેવલોકમાં દેવ થયો. ત્યાં મારું એક પલ્યોપમ વર્ષોનું આયુષ્ય હતું. અનેક દિવ્ય સુખો મને ત્યાં મળ્યાં.
રાજા અરિમર્દને પૂછ્યું : “ભગવંત, પેલા રુદ્રદેવનું શું થયું?”
આચાર્યદેવે કહ્યું : “સોમાના મૃત્યુ પછી, એણે નાગદેવની પુત્રી નાગશ્રી સાથે લગ્ન કર્યો. અનેક વર્ષો સુધી એણે વૈષયિક સુખો ભોગવ્યાં. આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ “રત્નપ્રભા' નામની પહેલી નરકમાં જન્મ્યો. એનું આયુષ્ય પણ અસંખ્ય વર્ષોનું હતું! એક પલ્યોપમ વર્ષો સુધી એણે નરકની ઘોર વેદનાઓ ભોગવી.” હે સિંહકુમાર ત્યારે હું ધર્મઘોષઝ બોલી ઊઠ્યો : “પછી શું થયું?”
ભાગ-૧ ૪ ભવ બીજો
અ૮
For Private And Personal Use Only