________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|Y ૨૭
અમરગુપ્તસૂરિજીએ તેમની જન્માંતરોની આત્મકથા આગળ વધારી :
રાજન, શુભાશુભ કર્મોની લીલા અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી. એ જીવનને સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક નથી જીવતો. એ તો ગતાનુગતિકતાથી અને મનની ઇચ્છાઓને આધીન થઈને જીવન જીવે છે.. તેને “કર્મના સિદ્ધાંત'નું જ્ઞાન હોતું નથી.
દેવલોકમાં મેં અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખ ભોગવ્યાં. છેવટે એ ભવનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું.... ને મારો (સોમાનો જીવ પુનઃ આ પશ્ચિમ મહા વિદેહના આ જ પ્રદેશમાં જન્મ પામ્યો.
મને પશુનો ભવ મળ્યો! કોઈ પશુતાની ભાવનામાં પશુના ભવનું આયુષ્ય બાંધ્યું હશે! ક્યાં દેવલોકનો દિવ્ય ભવ અને ક્યાં હાથીનો પશુભવ! કર્મોએ મને ક્યાંથી ક્યાં પટકી દીધો?
બીજી બાજુ મને હાથીના ભવમાં બુદ્ધિ સારી મળી હતી. સંસમાર’ નામના વિશાળ વનમાં સુંસમાર' નામના પર્વત પર ૫00 હાથણીઓ સાથે હું વિલાસ કરતો સ્વચ્છંદપણે વિચરતો હતો. એ પહાડની ચારે બાજુ ઊંચું ઊંચું ઘાસ ઊગેલું હતું. વચ્ચેથી એક ઊંડી અને પહોળા પટવાળી નદી વહેતી હતી.... લીલાંછમ અસંખ્ય વૃક્ષો હતાં એ વનમાં! જાણે કે એ વનનો હું રાજા હતો! ૫૦૦ હાથણીઓ મારી પ્રિયાઓ હતી.
પશુઓની પણ પોતાની દુનિયા હોય છે! પક્ષીઓની પણ પોતાની દુનિયા હોય છે!
ત્યાં પણ રાગ-દ્વેષ હોય છે. વૈર અને વિરોધ હોય છે! ફૂડ અને કપટ હોય છે. ત્યાંય કામવાસના વિલસતી હોય છે. પશુ-પક્ષીઓમાં અનેક દોષોની સાથે સાથે અમુક ગુણો પણ હોય છે. પણ આ બધું જ પોતપોતાનાં કર્મોથી પ્રેરિત હોય છે.
જેવી રીતે હું સ્વર્ગમાં અવતરી આવ્યો હતો, તેમ રુદ્રદેવનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરી, એ જ “સંસમાર' વનમાં મેનાના પેટે આવ્યો. તેને પોપટનો જન્મ મળ્યો.
જ્યારે તે મોટો થયો... મેનાની સાથે એ વનમાં વૃક્ષોની ઘટાઓમાં સ્વચ્છંદપણે વિચારવા લાગ્યો.
પોપટ બુદ્ધિશાળી પક્ષી હોય છે. એનામાં સંજ્ઞાઓ હોય છે અને કષાયો પણ હોય છે. તે માયા-કપટ પણ કરી શકે છે.
એક દિવસની વાત છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only