________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારનાં વૈષયિક સુખો તરફ અનાસક્ત બનાવી. મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું. મોક્ષ પામવાનો માર્ગ બતાવ્યો. જિનભાષિત ધર્મ પ્રત્યે આસ્તિક બનાવી.
ઉપશમ ભાવનો પ્રભાવ સમજાવી મને શાન્ત-પ્રશાન્ત બનાવી. હે રાજન, આ રીતે મેં સાધ્વીજીના અપૂર્વ અનુગ્રહથી સમ્યગ્દર્શન-ગુણ પ્રાપ્ત કર્યો. મારું ‘દર્શનમોહનીય કર્મ” તૂટ્યું. એનો ક્ષયોપશમ થયો.. ને આત્મામાંથી સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ થયો. એના પરિણામે મારા વિચારોમાં અને વ્યવહારમાં ઘણું પરિવર્તન આવ્યું.
મારા સ્વભાવ મુજબ, દરેક વાત હું મારા પતિને કહી દેતી હતી. એમને કહ્યા વિના મને ચેન પડતું ન હતું. રાત્રિના સમયે અમારા શયનખંડમાં પહેલાં તો રંગરાગની અને ભોગ-વિલાસની વાતો થતી હતી. સાધ્વીજી પાસેથી જ્ઞાન મળ્યા પછી હું એમની સાથે સંસારની અને મોક્ષની વાતો કરવા લાગી, પાપ અને પુણ્યની વાતો કરવા લાગી. પરમાત્મા સ્વરૂપની અને મોક્ષમાર્ગની વાતો કરવા લાગી.
તેમને આ બધી વાતો જરાય ગમતી ન હતી. તેમને કંટાળો આવતો હતો. શરૂઆતમાં તેઓ મૌન રહેતા. રસપૂર્વક મારી વાતો સાંભળતા ન હતા. કંટાળીને કહેતા : તારી વાતો બંધ કર, મને ઊંઘ આવે છે. ને તેઓ પડખું બદલીને સૂઈ જતા હતા.
હું એમ સમજતી હતી કે આજે નહીં તો કાલે, જરૂર તેઓ આ તત્ત્વજ્ઞાનની વાતો પ્રેમથી સાંભળશે. તેમનો આત્મા પણ મોક્ષમાર્ગ પામશે...”
પરંતુ મારી ધારણા નિષ્ફળ ગઈ. એક દિવસે તેમણે નારાજ થતાં કહ્યું : “સોમાં, તું સાધ્વી પાસે જવાનું બંધ કર. ધર્મની વાતો બંધ કર.. એ સાધ્વીએ અને એમના ઘર્મે આપણા હર્યાભર્યા સંસારમાં આગ લગાડી છે. આપણે પહેલાં કેવો આનંદપ્રમોદ કરતાં હતાં? કેવા ભોગ-વિલાસમાં જીવનને સાર્થક કરતાં હતાં?”
મેં કહ્યું : સ્વામીનાથ, મને તો હવે આ વૈષયિક સુખો હલાહલ ઝેર જેવાં લાગે છે... વિષયોપભોગનો અને પ્રમાદનો વિપાક... એનું પરિણામ અતિ દારુણ આવે છે...”
તેમણે જમીન પર પગ પછાડીને કહ્યું : “એ બધી વાતો તારી સાથ્વીની છે... તારી છે, મારી નથી. હું તો મળેલાં સુખોને ભોગવવામાં માનું છું.”
પરંતુ પરલોકનો થોડો વિચાર તો...” કોણે જોયો છે પરલોક? તારી એ સાધ્વીએ પરલોક જોયો છે? તને દેખાડ્યો છે? આ બધો બકવાસ બંધ કર, અને હજુ તને કહું છું કે, પહેલાંની જેમ વૈષયિક સુખોને ભોગવ.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only