________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા રાજા પ્રજાપ્રિય હતા. એટલે આ સમાચાર મળતાં ટપોટપ પુરુષો પોતપોતાનાં ઘરોમાંથી નીકળીને રજતપુર તરફ દોડવા લાગ્યા. વૃદ્ધ, અપંગ અને ગ્લાન પુરુષો ઘરમાં રહ્યા. સ્ત્રીઓ અને બાળકો ઘરમાં રહ્યાં.
મહામંત્રીથી માંડીને નગરરક્ષકો સુધી... બધા જ રાજપુરુષો રજતપુર પહોંચી ગયા. અમારું નગર જાણે કે પુરુષો વિનાનું બની ગયું. હું અને અધન્ય પણ રજતપુર પહોંચી ગયા હતા.
આ પરિસ્થિતિની જાણ, અમારા નગરથી ૧૨ ગાઉ દૂરના વિધ્યકેત નામના ભીલ સેનાપતિને થઈ. એણે પોતાના ૫૦૦ સાથીઓની સાથે નગર પર આક્રમણ કરી દીધું.
એણે રાજમહેલ લૂંટ્યો, હવેલીઓ લૂંટી... ઘરોને લૂંટ્યાં. ધનમાલની સાથે સાથે કેટલીક રૂપવતી સ્ત્રીઓને પણ તે ભીલો ઉપાડી ગયા.
જ્યારે અમે લોકો રજતપુરથી પાછા આવ્યાં ત્યારે રત્નપુરની હાલત સ્મશાન જેવી થઈ ગઈ હતી. સ્ત્રીઓ હયાફાટ રુદન કરતી હતી... બાળકો ધ્રુસકે-ધ્રુસકે રતાં હતાં. અપંગ અને માંદા માણસોએ, દીન-હીન બનીને, ભીલોએ કરેલી લૂંટની વાતો કરી.
હું અને અધન્ય, જલદી જલદી ઘરે પહોંચ્યા. ઘરમાંથી જે બહાર હતું તે ધન લૂંટાઈ ગયું હતું પરંતુ જમીનમાં દાટેલું ધન સુરક્ષિત હતું, એટલે બહુ દુઃખ ના થયું. પછી મેં બૂમ પાડી : “ચન્દ્રકાન્તા. ચન્દ્રકાન્તા.... તું જ્યાં છુપાઈ હોય ત્યાંથી બહાર આવ, લૂંટારાઓ ચાલ્યા ગયા છે, અને અમે ઘરે આવી ગયા છીએ...' પણ ચન્દ્રકાન્તા ઘરમાં હોય તો જવાબ આપે ને? ભીલ સેનાપતિ એને ઉપાડી ગયો હતો. હું લમણે હાથ દઈ જમીન પર બેસી પડ્યો... “હવે હું શું કરું? ભીલ સેનાપતિ ચન્દ્રકાન્તાના કેવા હાલહવાલ કરશે? એ બિચારી અબળા.. એ રાક્ષસો સામે કેવી રીતે પોતાના શીલની રક્ષા કરશે? જો કે એ પ્રાણના ભોગે પણ શીલરક્ષા કરે એવી સત્ત્વશીલ સ્ત્રી છે. છતાં મારા વિના એ કેવી રીતે જીવી શકશે? હું આવા અનેક વિચારો કરીને નિરાશ થઈ ગયો... દિશાશૂન્ય બની ગયો.
ત્યાં મારા પિતાજીના અનન્ય મિત્ર દેવશર્મા બ્રાહ્મણ મારા ઘરે આવ્યા. તેમને સમાચાર મળી ગયા હતા કે મારી પત્નીને ભીલો ઉપાડી ગયા છે. તેમણે આવીને મને કહ્યું :
શ્રેષ્ઠીપુત્ર, તું ઉગ ત્યજી દે. નિરાશ ના થા... ચિંતા ના કર. કેટલાંક વર્ષો પૂર્વે. આ જ દેશના “શ્રીસ્થલ' નામના નગર પર આ ભીલોએ આક્રમણ કરેલું. ઘણાં સ્ત્રીપુરુષોને ઉપાડી ગયેલા. પરંતુ કોઈ પણ સ્ત્રી ઉપર તેમણે બલાત્કાર નહોતો કર્યો. શીલભંગ નહોતો કર્યો. તે તે સ્ત્રી-પુરુષોના સંબંધીઓ, ભીલોએ માંગ્યું એટલું ધન શ્રી સમરાદિત્ય મહાકથા
૨૪૧
For Private And Personal Use Only