________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં અધવને કહ્યું : “ચાલ, આપણે આચાર્યદેવના દર્શન કરવા જઈએ. તેમનો ઉપદેશ પણ સાંભળીશું.”
તેણે કહ્યું : “મારે નથી આવવું. તારે જવું હોય તો જા. હું ધર્મને માનતો નથી, ધર્મ મને ગમતો નથી...”
એ મારી સાથે ના આવ્યો તેનું મને દુઃખ થયું. હું એકલો આચાર્યદેવ પાસે ગયો. અલબત્ત મારી પત્ની ચંદ્રકાન્ત મારી સાથે આવી હતી, કારણ કે એ એના પિતૃગૃહમાં પણ ધર્મપરાયણ હતી. મારા કરતાં પણ એને ધર્મ વધારે ગમતો હતો.
આચાર્યદેવને વંદન કરી અમે ત્યાં બેઠાં. આચાર્યદેવે ધર્મનો ઉપદેશ આપ્યો. મનુષ્યજીવનમાં ધર્મની ઉપાદેયતા બતાવી. એક વાત મારા હૃદયમાં ચોટી ગઈ : “ધર્મથી જ બધાં સુખો મળે છે.”
ઘરે આવ્યા પછી મારા મનમાં આ જ વિચાર ઘોળાયા કર્યો. મેં મારી પત્નીને કહ્યું : “આજ દિન સુધી મેં મારા જીવનમાં એક પણ ધર્મકાર્ય નથી કર્યું. રંગ-રાગ અને ભોગવિલાસમાં જ રચ્યોપચ્યો રહ્યો છું.. પૂર્વજન્મોમાં ધર્મ કર્યો હશે માટે આ જન્મમાં આટલાં બધાં વૈષયિક સુખનાં સાધન મળ્યાં છે... આ વાત મને સમજાણી છે. હવે જો તારી ઇચ્છા હોય તો આપણે બંને બાર વ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કરીએ.”
ચંદ્રકાન્તા હર્ષિત થઈ. તે બોલી : “આજે સોનાનો સૂરજ ઊગ્યો. તમારા મનમાં આવો ઉત્તમ વિચાર પ્રગટ્યો. અવશ્ય આવતી કાલે જ આપણે આચાર્યદેવ પાસે જઈને શ્રાવકધર્મ સ્વીકારીશું.
ચંદ્રકાન્તાએ મારી ભાવનાને અનુમોદન આપ્યું, તેથી મારી ભાવના દઢ બની. બીજા દિવસે અમે ગુરુદેવ પાસે ગયાં. અમારી ભાવના વ્યક્ત કરી, ગુરુદેવે કહ્યું : ‘તમારા બંન્નેનાં મનમાં શુભ મનોરથ પ્રગટ્યો છે. તમને આજે હું શ્રાવકધર્મનાં ૧૨ વ્રતો સમજાવું છું. સમજીને લીધેલાં વ્રતોનું પાલન સારી રીતે થઈ શકે છે.'
આચાર્યદેવે અમને ૧૨ વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. અમે બંનેએ એ વ્રતોને સ્વીકાર્યા. ગુરુદેવના આશીર્વાદ લઈ અમે ઘેર આવ્યાં.
અધન્યને આ વાત ગમી નહીં. છતાં એણે પ્રગટપણે વિરોધ ના કર્યો. હું એની સાથે ક્યારે પણ વ્રત-નિયમ અંગેની વાત કરતો ન હતો. એ એની રીતે જીવતો હતો, હું મારી રીતે જીવતો હતો.
૦ ૦ ૦ એક દિવસ નગરમાં ઢંઢેરો પિટાયો : આપણા મહારાજા બાજુના રજતપુર નગરમાં મૃત્યુ પામ્યા છે. તેમનાં અંતિમ દર્શન કરવા માટે નગરના સર્વે પુરુષોએ જવાનું છે, મહામંત્રીની આજ્ઞા છે.'
૪૦
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only