________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગણી પ્રગટતી ન હતી! અને કર્મો અમને બંને ભેગા કરી દેતાં હતાં. અને એ પણ મનુષ્ય જન્મોમાં..! એક માત્ર હાથીના ભવમાં એ પોપટરૂપે મળ્યો.. એ અપવાદ હતો.
વચ્ચે વચ્ચે અસંખ્ય વર્ષોનું અતંર પડી જતું હતું... એ નરકમાં રહે અને હું સ્વર્ગમાં રહું! છતાં એના આત્મામાં પડેલો શત્રુતાનો ભાવ જતો ન હતો, મારા આત્મામાં પડેલો મૈત્રીનો ભાવ જતો ન હતો! એ ભાવો આત્મામાં પડ્યા જ રહેતા હતા!
મારા આત્મામાં મંત્રીનું બીજ રોપાયું હતું સોનાના ભાવમાં, અને એના આત્મામાં શત્રુતાનું બીજ વવાયું હતુંરુદ્રદેવના ભવમાં! એ બીજ ઊંડાં ગયાં હતાં... એનાં મૂળ ખૂબ દઢ બનેલાં હતાં...
કાળક્રમે અમે બંને યૌવનમાં આવ્યા.
મારું લગ્ન ચંદ્રકાન્તા નામની ગુણિયલ શ્રેષ્ઠી કન્યા સાથે થયું. અધન્યનાં લગ્ન, બીજી એક દાસી કન્યા સાથે થયાં. અમે અમને મળેલાં ભોગસુખો ભોગવતાં કાળ પસાર કરતાં હતા..
ઘણા નાના-મોટા પ્રસંગોમાં અધન્ય મારી સાથે કપટ કરતો હતો.. છતા હું એનો સંગ છોડતો ન હતો. તે અસત્ય તો ડગલે ને પગલે બોલતો! છેવટે પકડાઈ જતો. છતાં પોતાની ભૂલ કબૂલતો નહીં કે ક્ષમા માંગતો નહીં! ક્યારેક એ મારા ઘરમાં નાની-મોટી ચોરી પણ કરતો... હું એને સમજાવતો... પણ એની ટેવ દૂર ના થઈ..
મને, આ બધામાં એનાં કર્મોનો જ દોષ દેખાતો હતો, હું મારા મનમાં એના પ્રત્યે ભાવદયાનો જ વિચાર કરતો. એના પ્રત્યે રોષ જાગતો જ નહીં.
એક વખત એણે અમારા ઘરથી થોડે દૂર રહેતી એક શ્રેષ્ઠી કન્યા ઉપર બળાત્કાર ર્યો. શ્રેષ્ઠી કન્યાના ભાઈઓને ખબર પડી. તેમણે અન્યને મારી-મારીને અધમૂઓ કરી નાંખ્યો. મને ખબર પડી. મેં જઈને એને છોડાવ્યો. આવું કુકર્મ કરનારા અધન્યને હું મારા ઘરે લઈ આવ્યો. પાટાપિંડી કરી. એ સારો થયો... ત્યારે પેલા મારનારા શ્રેષ્ઠીપુત્રો સાથે લડવા તૈયાર થયો. મેં એને શાન્ત પાડ્યો.
કેટલાક મારા સ્વજનોએ મને કહ્યું પણ ખરું - “કુમાર, તું અધન્યને તારા ઘરમાંથી કાઢી મૂક. આવા દુષ્ટને ઘરમાં રખાય જ નહીં...” પરંતુ અધન્યનો હું બચાવ કરતો... આ રીતે અમારું જીવન જિવાતું જતું હતું.
એવામાં, અમારા નગરમાં વિહાર કરતાં-કરતાં એક જ્ઞાની આચાર્ય પધાર્યા. ‘વિજયવર્ધન' એમનું નામ હતું. અનેક સાધુઓના તેઓ ગુરુ હતા. તેઓ ગુણવાન હતા, રૂપવાન હતા અને મહાન જ્ઞાની હતા.
શ્રી સમરાદિત્ય મહાકથા
3c
For Private And Personal Use Only