________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનરેખા ચિત્ર, પુષ્પ અને પાનબીડું વગેરે ભેટ-સામગ્રી લઈને માધવી લતામંડપમાં ગઈ. કમાર જાણતો હતો કે “આ કસમાવલીની સખી છે,' કુમારે ઊભા થઈને મદનરેખાનું સસ્મિત સ્વાગત કર્યું.
લટકા સાથે મદનરેખાએ કુમારના ચરણોમાં પ્રણામ કરી, મધુર વાણીમાં કહ્યું : હે મહારાજ કુમાર, રાજકુમારી કુસુમાવલીએ આપના કુશળ-સમાચાર પૂછવા મને મોકલી છે. તમારા પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને, તેમણે પોતે રોપેલી અને પોતે ઉગાડેલી આ પ્રિયંગુમંજરીનું કર્ણફૂલ જાતે બનાવીને મોકલ્યું છે. નાગવલ્લીનું આ પાનબીડું પણ તેમણે બનાવીને મોકલ્યું છે. કંકોલ વગેરે ફળો મોકલ્યાં છે કે જે વિશિષ્ટ પુરુષોને જ ભેટ અપાય છે, તે મોકલ્યાં છે. અને આ તેમણે બનાવેલું ચિત્ર મોકલ્યું છે....કે રાજહંસિકા આપનાં દર્શન પામી શકે? એ ભાવ પ્રગટ કર્યો છે.” - કુમારે બધી ભેટ સપ્રેમ સ્વીકારી. કર્ણફૂલ કાન પર મૂક્યું, પાન મોઢામાં મૂક્યું. ફળો પોતાના ખોળામાં મૂક્યાં. અને બે હાથમાં ચિત્ર લઈને એકાગ્રતાથી જોવા લાગ્યો. તેના અંગેઅંગમાં અનંગ ઉત્પાત મચાવવા લાગ્યો... તે બોલ્યો :
ખરેખર, રાજકુમારીનું ચિત્ર-કૌશલ અદ્ભુત છે... ચિત્રદર્શન કરતાં જ એની અવસ્થા સમજાઈ જાય છે... છતાં કાવ્ય લખીને અર્થને સ્કુટ કર્યો છે!'
રાજકુમાર, આ કાવ્ય મારી સ્વામિનીએ નથી લખ્યું, મેં લખ્યું છે!' મદનરેખાએ સ્પષ્ટતા કરી.
ચિત્રને અનુરૂપ કાવ્યરચના કરીને તેં ઉચિત જ કર્યું છે. હવે તું મને એક નાગવલ્લીનું પાન આપ, અને એક કાતર આપ.”
મદનરેખા દોડતી મહેલમાં ગઈ. કાતર લઈ આવી અને નાગરવેલનું પાન લઈ આવી. કુમારે નાગરવેલના પાનમાં કાતરથી રાજહંસ અને રાજહંસીનાં ચિત્ર કોતરી નાંખ્યાં. અને એની નીચે કોતરીને કાવ્યાત્મક ભાષામાં લખ્યું :
“મૃત્યુ પછી પ્રિયાની પ્રાપ્તિ નહીં થાય, એમ સમજીને આ રાજહંસ અનુકૂળ નિમિત્તના યોગથી જેમ તેમ કરીને જીવી રહ્યો છે'
મદનરેખાને કહ્યું : લે આ પત્ર, તારી સ્વામિનીને આપજે. અને કહેજે કે હું ચિત્રોનો અનુરાગી છું, તે તું જાણે છે. કુમારીનું ચિત્ર-કોશલ્ય મને ખૂબ ગમ્યું છે. માટે અવાર-નવાર તારાં સુંદર ચિત્રો મને મોકલીશ તો મને ઘણી પ્રસન્નતા થશે.'
“આપનો સંદેશ હું હમણાં જ કુમારીને આવું છું... અને આ નાગવલ્લીનું પત્ર પણ આપું છું.”
કુમારે પોતાના ગળામાંથી અમૂલ્ય મુક્તાવલી-હાર કાઢીને મદનરેખાને ભેટ શ્રી સમરાદિત્ય મહાકથા
203
For Private And Personal Use Only