________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે હું તારા પિતાજીને કહું છું કે તેઓ તારા રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવે...!'
મહારાણી ઊભાં થયાં. તેમણે કુસુમાવલીનો હાથ પકડ્યો અને એને પોતાની સાથે લઈને ચાલ્યાં ગયાં. ખંડમાં કુમાર એકલો પડ્યો... વિચારોની વણઝાર ચાલુ થઈ.
ક્યારેય ધાર્યું ન હતું... ક્યારેય કલ્પના ન હોતી કરી.... કે આ રીતે માતાજીપિતાજી નિર્ણય કરશે. તેમણે પણ વાત કેવી રીતે ગુપ્ત રાખી? દૃઢ નિર્ણય કર્યા પછી જ મને જાણ કરી..
તેઓ ગૃહત્યાગ કરશે... શું તેઓ આ મહેલોને ભૂલી જશે? પુત્ર અને પુત્રવધૂને ભૂલી શકશે? રાજમહેલની અસંખ્ય ઘટનાઓ એમના માનસપટલ પરથી ભૂંસાઈ શકશે? તેમણે ભોગવેલાં વૈષયિક સુખોની સ્મૃતિઓ વિસ્મૃત થઈ જશે? શું આ બધું શક્ય છે?... જો કે મેં થોડા દિવસોમાં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના આંતર-બાહ્ય વ્યક્તિત્વને જોયું છે, વિચાર્યું છે! તેઓની માનસ-સૃષ્ટિ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત છે! તેમની વિચારસૃષ્ટિ જ બદલાઈ ગઈ છે.
જ ના બદલાય વિચારસૃષ્ટિ... અને ભૂતકાળની ભૂતાવળ વળગેલી રહે.. તો સાધુધર્મનું પાલન ના કરી શકાય... માટે જ સાધુઓ નિશદિન જ્ઞાન-ધ્યાનમાં જ મનને ઓતપ્રોત રાખે છે. કેવી રીતે સદેવ જ્ઞાન-ધ્યાનમાં ઓતપ્રોત રહેતું હશે મન? જે મન વૈષયક સુખોની દુનિયામાં ભટકવા વર્ષોથી... અનેક જન્મોથી ટેવાયેલું છે.... એમના સાધુધર્મના સ્વીકાર સાથે જ નવી સૃષ્ટિમાં પ્રવેશવાનું સ્વીકારી લેતું હશે?
કેવું પરિવર્તન! પિતાજી તો ઠીક, પરંતુ માતાજી માટે આ પરિવર્તન કેવી રીતે સંભવિત બનશે? એ સાધ્વી બની જશે.... સાધુધર્મની મર્યાદાઓમાં બંધાઈ જશે..! અહીં સેંકડો દાસ-દાસીઓને આજ્ઞા કરનારી માતા... ત્યાં અન્ય સાધ્વીઓની આજ્ઞા સાંભળશે? આજ્ઞાનું પાલન કરશે?
અને પિતાજી? હજારો-લાખ્ખો વર્ષોથી રાજસિંહાસન પર બેસીને આજ્ઞાઓ કરનારા.. તેઓ ગુરુદેવની આજ્ઞાને વિનયથી માથે ચઢાવશે: સંસ્કારો બદલાઈ જશે? પ્રકૃતિનું પરિવર્તન થશે?
એક પણ પ્રતિકૂળતાને સહન નહીં કરનારા તેઓ બંને, સાધુધર્મ અંગીકાર કરીને, પ્રતિકૂળતાઓનું જ જીવન જીવશે? કેવું કઠોર જીવન હોય છે સાધુઓનું?
સ્વેચ્છાથી કષ્ટો સહન કરવાથી કર્મોનો નાશ જલદી થાય છે... ઘણો થાય છે.'' એમ ગુરુદેવ ધર્મઘોષ કહેતા હતા... અને એ માટે સાધુજીવન જોઈએ!
મને મારી જાત માટે આ બધું અશક્ય લાગે છે.... સારું અને શ્રેષ્ઠ હોવા છતાં સ્વીકારવાની શક્તિ નથી.. સામર્થ્ય નથી.. હું ના સ્વીકારી શકું..કુસુમાવલી પણ ના સ્વીકારી શકે આવું જીવન... આવું પરિવર્તન...' વિચાર સ્થગિત થયા.
પરિચારિકાએ ભોજન માટે નિમંત્રણ આપ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
૨૮૫
For Private And Personal Use Only