________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમારનો રાજ્યાભિષેક થઈ ગયો. નગરમાં ધોષણા થઈ ગઈ કે ‘મહારાજા પુરુષદત્ત અને મહારાણી શ્રીકાન્તા ગૃહવાસનો ત્યાગ કરી સાધુધર્મ અંગીકાર કરશે.'
રાજ્યાભિષેકનો પ્રસંગ પૂર્ણ થયો અને વનપાલકે આવીને નિવેદન કર્યું : ‘મહામુનીશ્વર અમિતગતિ, શિષ્યપરિવાર સાથે ઉદ્યાનમાં પધાર્યા છે.' મહારાજા પુરુષદત્ત હર્ષવિભોર થઈ ગયા. તેમણે ગળામાંથી રત્નહાર કાઢીને વનપાલકને ભેટ આપ્યો, જે ગુરુદેવનાં ચરણોમાં જીવન સમર્પિત કરવું છે, એ જ ગુરુદેવ સામેથી, અણધારી રીતે પધારી ગયા... તેથી મહારાજાને અપૂર્વ આનંદ થયો.
વ
સિંહકુમારે દીક્ષા-યાત્રાનું અતિ ભવ્ય આયોજન કર્યું. મહારાજાનો છેલ્લો-છેલ્લો દેહશૃંગા૨ સિંહકુમારે પોતે કર્યો. મહારાણી શ્રીકાન્તાને શણગારી કુસુમાવલીએ.
જયપુરમાં છેલ્લા આઠ દિવસથી દીક્ષા-મહોત્સવની ધૂમધામ મચી હતી. આજની દીક્ષાયાત્રાને જોવા જયપુરની પ્રજા અધીર બનીને ઊભી હતી. નાગરિકોએ વિવિધ રંગની ધજાઓથી પોતાનાં ઘર, શેરીઓ.. બજારો અને રાજમાર્ગોને સજાવ્યા હતા, ઠેર ઠેર પુષ્પોનાં સુંદર પ્રવેશદ્વારો બનાવ્યાં હતાં,
દિવસનો પહેલો પ્રહર પૂરો થયો. દીક્ષાયાત્રાનો પ્રારંભ નીલપદ્મ પ્રાસાદથી થયો. મહારાજા અને મહારાણી જે રત્નજડિત રથમાં બેઠાં હતાં, તે રથને વિવિધ વર્ણનાં પુષ્પોથી સજાવવામાં આવ્યો હતો.
દીક્ષાયાત્રામાં સહુથી આગળ મંગલ વાઘ વાગી રહ્યાં હતાં. એની પાછળ હાથીઓની હારમાળા ચાલી રહી હતી. હાથીઓ ઉપર ધ્વજ અને ડંકા-નિશાન હતાં. એની પાછળ સુંદર વસ્ત્રોથી સુશોભિત દાસીઓ વિવિધ વસ્ત્ર આદિના થાળ લઈને ચાલી રહી હતી. એની પાછળ મહારાજાનો રથ હતો. એ રથની પાછળ સિંહકુમાર અને કુસુમાવલીનો રથ ચાલી રહ્યો હતો.
હવેલીઓના ગવાક્ષોમાંથી નાગરિકો પુષ્પવર્ષા કરી રહ્યા હતા. સુગંધી ચૂર્ણો વરસાવી રહ્યા હતા.
પાછળ શસ્ત્રસજ્જ ઘોડેસ્વાર સૈનિકો ચાલતા હતા. તેમની પાછળ નગરનો શ્રેષ્ઠીંગણ ચાલી રહ્યો હતો. ચારે બાજુ સર્વત્ર રંગીન ધજાઓ ચમકી રહી હતી. ભાગ-૧
s
ભવ બીજો
For Private And Personal Use Only