________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી અતૃપ્તિ... ફરી તૃપ્તિ અને પુનઃ અતૃપ્તિ-સંતોષ થતો જ નથી વૈષયિક સુખોના ઉપભોગમાં. અતૃપ્તિ એને દુઃખી કરતી જ રહે છે. માટે આ સંસાર દુઃખમય છે. સંસારનો ત્યાગ કરવાથી સાચું સુખ મળે છે. રાજકુમારી, મારી આ વાત માનજે, તર્ક કરીશ નહીં. કારણ કે તર્કનો અંત નથી. સત્ય અનુભવથી જ સમજાય. અનુભવ અને વિશ્વાસ વિના તને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય.'
કમલિની, મુનિના સૌન્દર્ય ઉપર તો મુગ્ધ હતી જ, આજે મુનિના જ્ઞાન પર ઓવારી ગઈ. પણ એને લાગ્યું કે જે વાત કરવા હું આવી હતી, તે વાત બાજુ પર રહી ગઈ... ને બીજી જ ચર્ચા ચાલી પડી.
કમલિની મૌન બેઠી રહી. તેના મુખ પર શાન્તિ હતી, એ શાન્તિની નીચે લોલુપતા... કામુકતા ઢંકાયેલી હતી... તે હવે પોતાની મૂળભૂત વાત કરવાની તક શોધતી હતી. ત્યાં જ મુનિરાજે પૂછ્યું : “રાજકુમારી, તું અહીં કોઈ પ્રયોજનથી આવી છે?'
હા, મોટું પ્રયોજન લઈને આવી છું!'
કહે, શું પ્રયોજન છે?' કમલિનીની મોટી-મોટી આંખોમાં વાસના ઊભરાણી... તેણે ધીમા સ્વરે કહ્યું :
કુમાર, હું તમારી સાથે પ્રેમ કરું છું. ને તમે પણ મારી સાથે પ્રેમ કરો.. એ માટે આવી છું..”
મુનિના મુખ પર નિર્મળ સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા :
તું મારી સાથે પ્રેમ કરવા આવી છે? મારી સાથે? જેણે ક્યારેય પણ કોઈની સાથે પ્રેમ નથી કર્યો. જે જાણતો જ નથી કે પ્રેમ શું છે.! કેટલી વિચિત્ર વાત કરે છે તું! તને એક વાત કહી દઉં : “તું મારી સાથે પ્રેમ કરે, ઠીક છે, હું તને રોકી શકતો નથી, પરંતુ હું તારી સાથે પ્રેમ નહીં કરી શકું. મારો પ્રેમ જુદો છે, તારો પ્રેમ જુદો છે...”
કમલિનીનું મુખ પીળું પડી ગયું.. છતાં તેણે અતિ ગંભીર બનીને કહ્યું : “ઠીક કહો છો યોગી, હું અહીં આવી હતી મારી પ્રેમની અતૃપ્ત તરસને તૃપ્ત કરવા, હું અહીં આવી હતી, જેની સાથે હું પ્રેમ કરું છું, એનાં ચરણોની ધૂળ નિત્યપ્રતિ મારા મસ્તકે ચઢાવવા, હું અહીં આવી હતી તમારી સાથે વિવાહ કરી મારી જાતને તમારામાં ડુબાડી દેવા. સ્વયંનું વિસ્મરણ કરી... તમારામાં વિલીન થઈ જવા... પરંતુ...' કમલિનીની આંખોમાં આંસુ ઊભરાયાં.
શિખીકુમાર મુનિએ કહ્યું : રાજકુમારી, મને પ્રેમ સાથે વાંધો નથી, વાસના સાથે વાંધો છે.. જો તું વાસનાથી મુક્ત થઈ શકતી હોય અને પ્રેમ કરતી હોય... તો હું જે જીવનમાર્ગ તને બતાવું, એ જીવનમાર્ગ તું પસંદ કર.”
બતાવો એ જીવનમાર્ગ.”
જે જીવનમાર્ગ મેં પસંદ કર્યો છે એ જીવનમાર્ગ તું પસંદ કરી લે.” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only