________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ ઓછું થતું જશે... તેઓ ધીરે ધીરે સ્વસ્થ સ્વસ્થ થતા જશે.. શું કરું?
બીજો કોઈ ઉપાય જડતો નથી, ઇચ્છું છું કે મારી માતાનો મારા તરફનો અભાવ દૂર થઈ જાય અને અમે આનંદથી જીવીએ... ત્રણ માણસનો અમારો નાનો પરિવાર છે.... પૈસાનું કોઈ દુ:ખ નથી. બધી જ વાતે અમે સુખી છીએ ... માત્ર નડે છે મારાં કર્મો અને માતાના કષાયો... અમારી વચ્ચે પિસાય છે પિતાજી...
મારા ઉપર મારા પિતાજીનો અનન્ય ઉપકાર છે. તેઓએ મારી જીવનરક્ષા કરી છે. જન્મતાંની સાથે જ તેમણે મને પૂર્ણ પ્રેમથી સંભાળી લીધો છે. મને તેઓએ શું નથી આપ્યું? બધું જ આપ્યું છે. મારે તેમના ઉપકારનો બદલો વાળવો જોઈએ. જો કે આ ઉપકારનો બદલો વાળી શકાતો જ નથી, છતાં મારે, તેમને શાન્તિ આપીને યત્કિંચિત્ બદલો વાળવો છે.
મધ્ય રાત્રિનો સમય હતો. શિખીને ઊંઘ આવતી ન હતી. તે પલંગમાં પડ્યો રહ્યો હતો. તેને વિચાર આવ્યો : માતાની પાસે જાઉ..ને કહી દઉં : “માતાજી, હું દૂર દૂર ચાલ્યો જાઉં છું... કદીય તમને અશાન્ત કરવા અહીં નહીં આવું... તમે તમારા ઘેર ચાલો... પિતાજીને સુખ આપો, શાન્તિ આપો.....'
તે ઊભો થયો. પિતાજી જાગી ના જાય તેમ શિખીએ બારણું ખોલ્યું, બહાર નીકળી ગયો ને સાચવીને બારણું બંધ કર્યું. થોડીવાર તે અગાસીમાં ઊભો રહ્યો... પછી તે નીચે ઊતર્યો. તેણે પોતાના નાના ઇન્દ્રશર્માનું ઘર જોયેલું હતું. તે એ દિશામાં ચાલ્યો... ચાલતો રહ્યો. ઘર આવી ગયું નાનાજીનું. તે ઘરના ઝાંપામાં દાખલ થયો... ને એક જાંબુના વૃક્ષ નીચે ઊભો રહ્યો. અંધકારમાં એ વાદળી આકાશને જોતો રહ્યો. તેણે વિચાર્યું : “મને આ સમયે આવેલો જોઈ મારી માતા ગુસ્સે થઈ જશે તો? ના, ના, અત્યારે એની પાસે નથી જવું.”
એ હવેલીના પગથિયા પર બેસી ગયો. નિઃસ્તબ્ધતામાં એ અંધકારને તાકતો બેસી રહ્યો. આસપાસ કશો અવાજ ન હતો. દૂરથી ક્યારેક કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. - તેના મનમાં વિચાર આવ્યો : “હું ઘર છોડીને ચાલ્યા જવાની વાત કરીશ. એટલે માતા રાજી થઈને મને... ના, ના, એ સ્નેહ નહીં આપે. એ કહેશે : “તારે ચાલ્યા જવું હતું તો પછી તારું મોઢું દેખાડવા અહીં કેમ ચાલ્યો આવ્યો? નીકળી જા અહીંથી.' - તો?
તે ઊભો થયો. ઝાંપાની પાસેના જાંબુના વૃક્ષ પાસે ગયો, એના થડને પકડીને ઊભો રહ્યો. એક ડગલું આગળ કે પાછળ જઈ શકે એમ ન હતો, એ પણ વૃક્ષની જેમ સ્થિર થઈ ગયો. ત્યાં હતી માત્ર એકલતા અને ઘેરો સૂનકાર. શ્રી સમરાદિત્ય મહાકથા
૩છાપ
For Private And Personal Use Only