________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછલી રાતે આકાશમાં ઝાંખા ઝાંખા તારા ઊગ્યા હતા, નગર એકદમ શાન્ત હતું. પવન સ્થગિત થઈ ગયો હતો. શિખી મૌન હતો, ઉદાસ હતો. સંવેદનાઓનો એક મહાસમુદ્ર એના હૃદયમાં ઊછળી રહ્યો હતો.
તે પાછો વળી ગયો. જે રસ્તે તે ગયો હતો, એ જ રસ્તે એ પાછો ચાલ્યો... પોતાના ઘરમાં આવીને, સાચવીને દ્વાર ખોલ્યું. શયનખંડમાં એના પિતા બ્રહ્મદત્ત હજુ સૂતેલા હતા. તે પોતાના પલંગમાં જઈને સુઈ ગયો. માથે રજાઈ ઓઢી લીધી. એ બધું ભૂલી જવા... મથવા લાગ્યો. “મારે બધું ભૂલી જવું છે... ભૂલીને ઘસઘસાટ ઊંઘી જવું છે. પણ માગવાથી નિદ્રા નથી આવતી ને! વિચારોની વણથંભી વણઝારને તે રોકી ના શક્યો... વિચારો જ વિચારો..! ક્યારેક એની કલ્પનામાં બ્રહ્મદત્તનો ચહેરો આવે છે, ક્યારેક જાલિનીનો ચહેરો ઊભરાય છે અને ક્યારેક માલિની પણ ક્ષણો માટે આવી જાય છે. ક્ષિતિજ પર અરુણોદય થયો ત્યારે... એને સહજતાથી ઊંઘ આવી ગઈ.
શિખી નિદ્રાધીન થયો, બ્રહ્મદને નિદ્રાનો ત્યાગ કર્યો. એ પોતાના પલંગમાં બેઠા. પૂર્વ દિશાની બારી ખોલી નાંખી.. અરુણોદયનો ઝાંખો પ્રકાશ શયનખંડમાં પ્રવેશ્યો.. ઝાંખા પ્રકાશમાં તેમણે શિખીને જોયો. મુખ પરથી રજાઈ હટી ગઈ હતી. શિખીના શાન્ત... સુંદર મુખને બ્રહ્મદત્ત જોતા રહ્યા, મુખ પર થાકનો અણસાર મળતો હતો. બ્રહ્મદત્તના હૃદયમાં ખળભળાટ થવા માંડ્યો...
કેવો રૂપવાન અને ગુણવાન પુત્ર છે! મને આ પત્રમાં કોઈ વાતે અધૂરાશ દેખાતી નથી. એ બોલે છે... જાણે સુગંધી ફૂલો વરસે છે! એ ચાલે છે... જાણે ધરતી હસે છે... એને જોતાં હૃદયકમલની હજાર-હજાર પાંખડીઓ ખીલી ઊઠે છે... આ સ્થિતિ કેવળ મારી નથી. જે કોઈ શિખીને જુએ છે, તેને શિખી ગમી જાય છે... જ્યારે એને હું રાજસભામાં લઈ ગયો ત્યારે મહારાજા અજિતસેને પણ પોતાના ખોળામાં લઈ વાત્સલ્ય વરસાવ્યું હતું... ને મને કહ્યું હતું : “બ્રહ્મદત્ત, ખરેખર, લાખમાં આવો એક જ બાળક જોવા મળે!' તું પુણ્યશાળી છે. મહારાણીએ પણ મને કહેવરાવેલું કે શિખીકુમારને અંતઃપુરમાં મોકલી આપો...” એ ગયો હતો.. અહો, મહારાણીએ પણ શિખીને કેટલો પ્રેમ આપેલો? કેટલી વસ્તુઓ ભેટ આપેલી?
સહુ શિખીને ચાહે છે. એક માત્ર એની જનનીને એ નથી ગમતો... શિખી ગર્ભમાં હતો ત્યારથી નથી ગમતો.. શાથી આવું બન્યું? કોઈપણ કારણ વિના માતાને પોતાનો રૂડો-રૂપાળો અને ગુણવાન પુત્ર ન ગમે? આટલો બધો દ્વેષ? ઘરમાં પણ ના રહેવો જોઈએ... કેવો દુરાગ્રહ? પરંતુ હું એના દુરાગ્રહને વશ નહીં થાઉ.... હું મારા હૃદયના ટુકડાને ઘરની બહાર ફેંકી દઉં? ના.... જ્યારે પણ મારાથી આવું પાપ નહીં થઈ શકે. ભલે જાલિની એના પિતૃગૃહમાં રહે કે એના ભાઈના ઘરે રહે.
હા, શિખીએ એનું અપમાન કર્યું હોય, એનો વારંવાર અવિનય કરતો હોય. 369
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only