________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની આજ્ઞા ના માનતો હોય. અને ઝઘડો કરતો હોય તો વાત સમજી શકાય, છતાંય પુત્રને ઘરની બહાર કેવી રીતે કાઢી મુકાય? આ મારો પુત્ર તો વિનીત અને વિવેકી છે. એની માતાનો એવો વિનય કરે છે કે કૌશાંબીમાં કોઈ પુત્ર એની માતાનો વિનય નહીં કરતો હોય. કેવાં મીઠાં વચનો બોલે છે આ બાળક! મીઠાં અને વિવેકપૂર્ણ! બીજી કોઈ માતા હોય તો હર્ષઘેલી બની જાય. પુત્રને એક ક્ષણ પણ પોતાનાથી દૂર ના રાખે.
આ ઉદ્ધત સ્ત્રી, મારા સમજાવવાથી નથી માનતી.... મેં એના પિતાને પણ વાત કરી છે. તમે તમારી પુત્રીને સમજાવો. તેમણે સમજાવવા પ્રયત્ન કર્યો. તો સગા બાપનું એણે અપમાન કરી નાંખ્યું, ખૂબ ક્રોધ કરીને કહી દીધું : 'તમારે મને તમારા ઘરમાં આશ્રય ના આપવો હોય તો ભલે, હું ચાલી જઈશ ગમે ત્યાં છેવટે કૂવામાં પડીને આપઘાત કરી દઈશ. પરંતુ હું મારા ઘરમાં તો નહીં જ જાઉં... જ્યાં સુધી મારો દુશ્મન ઘરમાં છે!
આ માસુમ બાળક એને દુશ્મન લાગ્યો છે! કેવો સરળ... સીધો અને સુંદર છે આ બાળક...?” બ્રહ્મદત્ત પલંગ પરથી નીચે ઊતર્યા. શિખીકુમારના પલંગ પાસે ગયા. એના મુખ પર પૂર્વ દિશાની બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ ચમકી રહ્યું હતું. બ્રહ્મદત્ત ભાવવિભોર બની ગયા. તેઓ પોતાનું મુખ શિખીના મુખ સુધી લઈ ગયા...'ના, ના, જાગી જશે... એની ઊંઘ બગડશે...' તેમણે મુખ ઉપર લઈ લીધું. સ્વાગત બોલી ઊઠ્યા : બેટા, ચિંતા ના કરીશ... ભલે તારી મા આપણી સાથે નહીં રહે, આપણે બે પિતા-પુત્ર, સાથે રહીશું. સાથે જીવીશું. તને બધી કળાઓ શિખવીશ... તને યુદ્ધ કળામાં પણ વિશારદ બનાવીશ... જ્યારે તું યૌવન વયમાં આવીશ ત્યારે, તારા જેવી જ શ્રેષ્ઠ કન્યા સાથે પરણાવીશ.”
બસ, પછી હું નિવૃત્ત થઈ જઈશ. ગૃહવાસ ત્યજી વનવાસ સ્વીકારશ... પછી આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થઈશ.”
બ્રહ્મદત્ત એકલા-એકલા બોલે જતા હતા. ત્યાં સૂર્યનાં કિરણોનો ઢગલો શિખીના મુખ પર ઢળી પડ્યો. અને તે જાગી ગયો..
પિતાજી...” 'બેટા...' બ્રહ્મદત શિખીને પોતાની છાતી સાથે ચોંટાડી દીધો... બંને પિતા-પુત્ર મૌન થઈ ગયા.
ત્યાં નોકરે આવીને કહ્યું : “સ્નાન માટે પાણી વગેરે તૈયાર છે. બ્રહ્મદ શિખીને કહ્યું : “વત્સ, પહેલા તું સ્નાન કરી લે..”
કે તે
શ્રી સમરાદિત્ય મહાકથા
39૭.
For Private And Personal Use Only