________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષમા અને વાત્સલ્યના મહોદધિ છે!
સાક્ષાત ધર્મમૂર્તિ છે...
ત્રિકાળજ્ઞાની છે...!
આવી વિરલ વિભૂતિના મેં ક્યારેય દર્શન નથી કર્યાં. હા, તપોવનમાં આર્ય કૌડિન્યનાં દર્શન કર્યા, પરંતુ તેઓ વૃદ્ધ છે, યુવાન નથી. તેઓ તપસ્વી છે, પરંતુ ત્રિકાળજ્ઞાની નથી. તેઓ અવિકારી છે, પરંતુ અત્યંત રૂપવાન નથી...
આ વિજયસેન આચાર્યમાં તો રૂપ, જ્ઞાન અને યૌવનનો સુભગ સમન્વય થયેલો છે. રૂપ, લાવણ્ય અને પુણ્યનો પુનિત સંગમ થયેલો છે. કેવી કમનીય એમની દેહાકૃતિ હશે?
કલ્યાણકે કહ્યું કે તેઓ રાજકુળમાં જન્મેલા હતા. રાજકુમાર હતા. તો પછી... રાજ્યનાં સુખો ત્યજી તેઓ સાધુ કેમ બની ગયા હશે? એમને એવું તે કેવું દુઃખ પડયું હશે? આવું હશે કોઈ દુઃખ... કારણ કે આ જીવલોક દુઃખોથી જ ભરેલો છે... તેથી વૈરાગી બની ગયા હશે...?
હું કાલે સવારે એ મહાત્માનાં દર્શન માટે જઈશ.
એમના વૈરાગ્યનું કારણ પૂછીશ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમના મુખે મધુર ધર્મોપદેશ સાંભળીશ.
કેવી મધુર હશે એમની વાણી? પુણ્યશાળી-સૌભાગ્યશાળી મહાપુરુષોની વાણી સાકર કરતાં વધારે મીઠી હોય છે અને ચંદન કરતાં વધારે શીતળ હોય છે...
શ્રી સમરાદિત્ય મહાકા
તેમાં, આ તો કરુણાની ખળખળ વહેતી સરયૂ જેવા સાધુપુરુષ છે. સાધુપુરુષોની વાણી તો મધુર અને શીતળ જ હોય છે. આર્ય કૌડિન્ય કુલપતિની વાણી પણ કેવી મધુર હતી! કેવી શીતળ હતી!
નગરમાં ઘોષણા કરાવીશ : ‘અશોકદત્ત શ્રેષ્ઠીના નંદનવનમાં બિરાજમાન ત્રિકાળજ્ઞાની આચાર્ય વિજયસેનનાં દર્શન કરવા અને તેમની ધર્મવાણી સાંભળવા સહુ નગરવાસીઓએ જવાનું છે. મહારાજાની આજ્ઞા છે.'
For Private And Personal Use Only
૧૦3