________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયસેન આચાર્યદેવનાં દર્શન કર્યા પછી, આ વિશ્વમાં બીજું કંઈ દર્શનીય મને લાગતું નથી.'
કલ્યાણક, આચાર્યનું વર્ણન કરતાં કરતાં ગદ્દગદ થઈ ગયો. તેની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ... તેના રોમ-રોમ વિકસ્વર થઈ ગયાં. મહારાજા ગુણસેન પણ, કલ્યાણકના મુખે આચાર્યના ગુણો સાંભળતાં સાંભળતાં.... ગળગળા થઈ ગયા. કલ્યાણકને પોતાની પાસે બોલાવી, એના માથે હાથ મૂકી કહ્યું : “વત્સ, ખરેખર તું પુણ્યશાળી છે કલ્યાણક! તેં તારાં બે લોચનોને. એ મહાપુરુષનાં દર્શનથી ધન્ય બનાવી દીધાં! જો કોઈ વિબ નહીં આવે તો આવતી કાલે પ્રભાતે એ આચાર્યદેવનાં દર્શન કરવા જઈશ.”
મહારાજાએ કલ્યાણકને પ્રેમથી રત્નહાર પહેરાવ્યો. આ સભાનું વિસર્જન થયું.
0 0 0 એક મહિનાની દીર્ઘ અને કંટાળાજનક યાત્રાથી મહારાજા ગુણસેન થાકી ગયા હતા. વસંતપુરથી ક્ષિતિપ્રતિષ્ઠિત પહોંચતા-પહોંચતા તેઓ તનથી અને મનથી અતિ ખેદ અનુભવતા હતા.
નગરશ્રેષ્ઠીઓ અને રાજ્યમંત્રીઓની સતત અવરજવરથી દિવસ પસાર થઈ ગયો. રાત્રિનો પ્રારંભ થતાં જ મહારાજા નિદ્રાધીન થઈ ગયા. બે પ્રહરની ગાઢ નિદ્રા પૂરી થતાં, મધ્યરાત્રિના સમયે તેમની આંખો ખૂલી.
શયનખંડમાં ઘીના સ્વર્ણ-દીપકો ધીમા-ધીમાં સળગી રહ્યા હતા. શયનખંડની બહાર સશસ્ત્ર સૈનિકો પહેરો ભરી રહ્યા હતા. મહારાજા પલંગમાં બેસી ગયા. એકાંત હતું. નીરવ શાન્તિ હતી. તેમના મનમાં રાજ્યસભામાં કલ્યાણકે, આચાર્ય વિજયસેનનો આપેલો શાબ્દિક પરિચય... સાકાર બનીને ઉપસ્થિત થયો.
અમાસની ઘોર અંધારી રાતમાં પણ કોઈ તારા આકાશમાં ચમકતા હોય છે, તેમ મારા દુર્ભાગ્યની અંધકારમય જીવનરાત્રિમાં પુણ્યના બે-ચાર તારા ચમકે છે ખરાં. આજે અહીં આવતાંની સાથે જ મને કેવા મંગલમય-કલ્યાણકારી સમાચાર મળ્યા! મારા નગરપ્રવેશના દિવસે જ એ મહાત્મા વિજયસેન આચાર્ય પણ નગરમાં પધાર્યા! કેવો યોગાનુયોગ! તેઓ ભર યુવાનીમાં છે... અત્યંત રૂપવાન છે.... વિકારરહિત છે, કામવિજેતા છે!
૧૨
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only