________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામના રાજમહેલને રાજ્યના પ્રસિદ્ધ કલાકારો દ્વારા સુશોભિત કરવામાં આવ્યો હતો.
વાજિંત્રોના મંગલઘોષ સાથે અને હજારો નગરજનો સાથે સપરિવાર મહારાજા ગુણસને નગર પ્રવેશ કર્યો. તરત જ રાજસભાનું આયોજન કરવામાં આવ્યું. “મહારાણી વસંતસેનાએ પુત્રરત્નને જન્મ આપ્યો છે.”
આ વાત રાજપુરોહિત સોમદેવે, મહારાજાના આગમન પૂર્વે જ પ્રકાશિત કરી દીધી હતી, એટલે નગરશ્રેષ્ઠીઓ અને મંત્રીમંડળ, શ્રેષ્ઠ ભેટ-સોગાતો લઈને આવ્યા હતા. રાજાને સહર્ષ ભેટ અર્પણ કરવામાં આવી.
નૃત્યાંગનાઓનાં નૃત્ય થયાં. સંગીતકારોએ સ્વાગત ગીત ગાયાં. સહુનાં ચિત્ત પ્રસન્ન થઈ ગયાં. મહારાજા ગુણસેને સભાને સંબોધીને પ્રશ્ન કર્યો : “મહાનુભાવો, આજે નગરમાં કોઈએ કોઈ આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? અદ્દભુત ઘટના જોઈ છે?”
સભાજનો એક-બીજા તરફ જુએ છે. ત્યાં એક યુવક ઊભો થયો. તેનું નામ કલ્યાણક હતું. તેણે મહારાજાને પ્રણામ કરીને કહ્યું :
મહારાજા, આજે જ પ્રભાતે અશોકદત્ત શ્રેષ્ઠીના ‘અશોકવન' નામના ઉદ્યાનમાં પધારેલા એક અદ્વિતીય પ્રતિભાના ધારક મુનિશ્રેષ્ઠને મેં જોયા.
ગંધાર' દેશના રાજા સમરસેનના ભત્રીજા લક્ષ્મીસેનના તેઓ સુપુત્ર છે. શ્રમણજીવન અંગીકાર કરીને, જ્ઞાન-ધ્યાનથી પરિપૂર્ણ બની તેઓ આચાર્યપદને પામેલા છે. તેમનું નામ વિજયસેન છે.
કેવું અદ્ભુત છે તેમનું રૂપ-લાવણ્ય! તેમના રૂપના તેજથી જાણે ચારે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ છે, છતાં તેમના મુખ પર ચંદ્ર જેવી સૌમ્યતા છે! યૌવન-વયમાં હોવા છતાં તેમનાં તન-નયન અવિકારી છે. સર્વ સંગના ત્યાગી હોવા છતાં એ મહાપુરુષ, સર્વ જીવો પર ઉપકાર કરનારા છે. સાક્ષાત્ ધર્મમૂર્તિ જ જોઈ લ્યો!
“મહારાજા, એક-એક ગામ-નગરમાં એક-એક માસનો નિવાસ કરતા તેઓ આજે આપના નગરમાં પધાર્યા છે. વિશાળ મુનિવૃંદ તેમના ચરણોની સેવામાં તત્પર છે. તેઓ દ્વાદશાંગીના જ્ઞાતા તો છે જ, તદુપરાંત અવધિજ્ઞાન” અને “મન:પર્યવજ્ઞાન” નામના બે વિશિષ્ટ જ્ઞાન હોવાથી તેઓ ત્રિકાળ જ્ઞાની છે.
તેઓને જોતાં આપણા રોમેરોમ ખીલી જાય છે. તેવું તેમનું સુંદર રૂપ છે. તેમનાથી જાણે આ પૃથ્વી શોભી રહી છે. તેઓ પોતાના સાધુધર્મમાં અત્યંત લીન છે...
મને તો લાગે છે કે સર્વે કુશળ કર્મોનાં સર્વે ફળ તેમને પ્રાપ્ત થયેલાં છે. આવા
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧
For Private And Personal Use Only