________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ચાલો, સોમદેવની સલાહ લઈશું. કોઈ રસ્તો કાઢશે એ. પરંતુ વધુ સમય હવે અહીં તો નથી જ રહેવું.”
મહારાજાએ ખંડનું દ્વાર ખોલી, પ્રતિહારીને બોલાવી, આજ્ઞા કરી : પુરોહિત સોમદેવને હમણાં જ બોલાવી લાવ.'
૦ ૦ ૦ “સોમદેવ, આપણે, ક્ષિતિપ્રતિષ્ઠિત જવું છે. પ્રયાણનો શ્રેષ્ઠ દિવસ જુઓ.’
સોમદેવે મહારાજાની સામે જોયા કર્યું. પછી આંખો બંધ કરી મુહુર્ત અંગે વિચાર કરી લીધો. “મહારાજા, આવતી કાલનો દિવસ પ્રયાણ માટે શ્રેષ્ઠ છે.”
બહુ સરસ સોમદેવ, આવતી કાલે પ્રયાણ કરીએ, પરંતુ મહારાણી નવજાત કુમાર સાથે આટલી લાંબી યાત્રા કરી શકશે ખરાં?'
સોમદેવ વિચારમાં પડી ગયા. પછી મહારાજા સામે જોઈને પૂછ્યું : શું આવતી કાલે નીકળી જ જવું છે? મુહૂર્ત તો પછી પણ બીજા મળશે.' હા, આવતી કાલે નીકળી જ જવું છે. હવે અહીં ગૂંગળામણ થાય છે.'
તો પ્રવાણ ધીમી ગતિએ કરવું જોઈએ. મહારાણી નવજાત કુમાર સાથે મોટા રથમાં રહી શકશે. માતા-પુત્ર શયન કરી શકે એવો મોટો રથ છે આપણી પાસે. રથમાં બેઠા પછી રથ બંધ થઈ શકે છે. માત્ર રથનો સારથિ બહાર રહે. આપ આજ્ઞા કરો તો એ રથને તૈયાર કરાવું.'
‘તમે રથ તૈયાર કરાવો, હું મહારાણીને મળીને ક્ષિતિપ્રતિષ્ઠિત જવાની વાત કરું. જો તેમને થોડા દિવસ અહીં રહેવું હશે તો પણ વાંધો નથી. પાછળથી તેઓ આવી શકશે.'
પરંતુ મહારાણી વસંતસેના પાછળ શાની રહે? એણે પરિચારિકા દ્વારા મહારાજાને કહેવરાવી દીધું : “હું આપની સાથે જ આવીશ.”
પ્રયાણની જાહેરાત થઈ ગઈ. * રાજપરિવારે તૈયારીઓ આરંભી દીધી. જ નગરવાસીઓને દુઃખ થયું.
બીજા દિવસે શુભ મુહૂર્ત પ્રયાણ થઈ ગયું.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને રાજપુરુષોએ શણગાર્યું હતું. રાજમાર્ગો પર સુગંધી જલનો છંટકાવ કર્યો હતો. વિવિધ સુગંધી પુષ્પોની માળાઓ સજાવી હતી. “સર્વતોભદ્ર'
ભાગ-૧ ૪ ભવ પહેલો
ઉ00
For Private And Personal Use Only