________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈને અનશન કર્યું છે. સોમદેવે આપેલા સમાચાર સાચા છે. કુલપતિ મારા મનનું સમાધાન કરવા ભલે કહે કે “સાધુઓ અંતકાળે અનશન કરીને મૃત્યુને ભેટે છે, આ એમનો આચાર છે.' ના, અગ્નિશર્માએ કરેલું અનશન, આચારપાલનનું નથી, પરંતુ મારા પ્રત્યેના દ્વેષમાંથી પ્રગટેલું છે.
ખેર, તપસ્વીનો પોતાના શરીર પ્રત્યે નિઃસ્પૃહ હોય છે અને અનશન કરીને મૃત્યુને ભેટે છે, એનો મને રંજ નથી. રંજ થાય છે એના સંકલ્પનો. સોમદેવને મળેલા તાપસે સોમદેવને એના સંકલ્પની વાત કરી હતી.. એ તાપસ પણ વાત કરતાં કરતાં રડી રહ્યો હતોભવોભવ મને મારનારા બનવાની એની તીવ્ર ઇચ્છા.. એના તાપસવ્રતને અનુરૂપ નથી. અત્યંત વિપરીત છે. એવી તીવ્ર પાપ કરી, એ મહાતપસ્વી શું તાપસ જીવનને હારી નથી ગયો? લાખો-કરોડો માસક્ષમણની તપશ્ચર્યા પર એણે પાણી નથી ફેરવ્યું? મારું જે થવું હશે તે થશે, મને એની ચિંતા નથી. રાજાઓ પ્રાયઃ મરીને નરકમાં જાય છે. એમ ઋષિ-મુનિઓ કહે છે. મારાં કરેલાં પાપોથી મારે નરકમાં જવું પડશે, એનો મને ખેદ નથી, પરંતુ મારા નિમિત્તે એ તપસ્વી એનાં હતો અને તપને હારી જાય છે એનું મને ઘણું દુઃખ છે.
હવે મારે તપોવનમાં જવું જોઈએ શું? ના, હવે મારા ત્યાં જવાથી એ મહાત્માનો ક્રોધ વધશે. એ કલપતિની ઉપાધિ વધશે... અને ત્યાં રહેલા તાપસો, અગ્નિશર્માના પ્રચંડ સ્વભાવથી ભય પામશે. માટે હવે હું તપોવનમાં નહીં જાઉં.
પરંત પ્રતિદિન તપોવનના સમાચાર તો અહીં મને મળ્યા કરવાના જ.. એ ન સાંભળવા જેવી વાતો સાંભળવાથી ક્યારેક મારા મનમાં એ મહાત્મા પ્રત્યે દુર્ભાવ જાગી જાય.. માટે મારે આ વસંતપુર છોડીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જવું જોઈએ... એટલે દૂર અહીંના સમાચાર સાંભળવા નહીં મળે.
ના, અહીં હવે નથી રહેવું. જો પુરોહિત સોમદેવ આવતી કાલનું મુહૂર્ત આપે તો આવતી કાલે જ અહીંથી પ્રયાણ કરી દઉં... આ પ્રદેશ છોડી જઈશ... તો જ, મને પણ શાન્તિ મળશે.
અને, અગ્નિશર્મા જાણશે કે હું વસંતપુરથી ચાલ્યો ગયો છું,' તો એને પણ સંતોષ થશે. માટે અહીંથી મારે પહેલામાં પહેલા મુહૂર્ત નીકળી જવું જોઈએ.... અત્યારે જ સોમદેવને બોલાવી લઉં.'
રાજા ઊભા થયા... દરવાજા પાસે ગયા. ને અટકી ગયા. પાછા એ ઝરૂખા પાસે આવીને ઊભા.
‘મહારાણી અને નવજાત રાજકુમારનું શું? એ આવતી કાલે કેવી રીતે પ્રયાણ કરી શકશે? આજે પ્રભાતે તો એણે પુત્રજન્મ આપ્યો છે...' રાજા મૂંઝાયા. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only