________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૧
HI
ગઈ કાલે બહુ મજા આવી ગઈ, નહીં? ખૂબ મજા આવી હસી-હસીને મારું તો પેટ દુઃખવા આવી ગયેલું. ખરેખર આવો વરઘોડો તો આ નગરમાં ક્યારેય નહીં નીકળ્યો હોય! કુમાર, તમે આનંદ-પ્રમોદની અપૂર્વ યોજના કરી! પણ સાચે જ એ પુરોહિતનો બચ્ચો ગધેડા ઉપર શોભતો હતો! આ શત્રુને ઢોલ વગાડીને આખા નગરને ગજવી દીધું હતું! અને આ કષ્ણકાંતે મહારાજા અગ્નિશર્માની કેવી છડી પોકારી હતી? પિલો ગધેડો પણ હો... ચી... હ.. ચી કરીને સૂર પુરાવતો હતો... ઓહો... કેટલા બધા છોકરાઓ વરઘોડામાં જોડાયા હતા?
૦ ૦ ૦ રાજકુમાર ગુણસેનના સુશોભિત શયનખંડમાં ચાર મિત્રો ભેગા મળીને વાતોના તડાકા મારી રહ્યા હતા. સેનાપતિનો પુત્ર ઝેરીમલ, મંત્રીનો પુત્ર શત્રુઘ્ન અને રાજકુમાર ગુણસનનો પિતરાઈ ભાઈ કૃષ્ણકાંત... આ ત્રણે કિશોરો ગુણસેનની ચાપલૂસી કરનારા હતા. કુમાર ગુણસેનનાં ખરાં-ખોટાં કામોમાં સાથી હતા.
કુમાર ગુણસેનનું લગભગ એક જ કામ રહેતું. પરપીડન કરી આનંદ મેળવવાનું તે માટે તેણે નગરના પ્રજાપ્રિય પુરોહિત યજ્ઞદત્તના કદરૂપા પુત્ર અગ્નિશર્માને પસંદ કર્યો હતો. અગ્નિશર્મા જન્મથી જ કદરૂપો હતો. એની માતા સોમદેવાએ કેટલાંક વર્ષો સુધી તો એને ઘરની બહાર કાઢ્યો ન હતો, પરંતુ જ્યારે તે રાજમાર્ગ પર રમવા નીકળ્યો. તે રાજકુમાર ગુણસેનની આંખે ચઢી ગયો.
માંજરી ગોળ આંખો, ત્રિકોણિયું માથું, સાવ ચપટું નાક અને કાનના ઠેકાણે માત્ર બે કાણાં, લાંબા-દાંત અને લાંબી-વાંકી ડોક, વાંકા અને ટૂંકા હાથ, નાની છાતી અને ફૂલેલું પેટ, જાડી-ટૂંકી અને કઠણ સાથળ, વાંકા અને પહોળા બે પગ... પીળા અને બરછટ માથાના વાળ..
આવું હતું અગ્નિશર્માનું કદરૂપું શરીર.
આ શરીર રાજકુમારનું રમકડું બની ગયું. રાજકુમાર અને એના મિત્રોએ અગ્નિશર્મા ઉપર ત્રાસ ગુજારી, ક્રૂર આનંદ માણવા માંડ્યો હતો. અગ્નિશર્માનાં માતા-પિતા રાજમહેલ સામે લાચાર હતાં. પોતાના પુત્રની ઘોર કદર્થના થતી જોઈને તેમની શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only