________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખો વરસી પડતી હતી. તેમનું હૈયું ઘોર વેદના અનુભવતું હતું. મનુષ્ય કેટલીક વાતોમાં લાચાર અને અસહાય હોય છે.
ચાર મિત્રોએ ભેગા થઈ, આજે આનંદ-પ્રમોદની નવી યોજના ઘડી કાઢી. ગુણસેને કહ્યું : “આવતી કાલે અગ્નિશર્માને દોરડાથી બાંધીને, નગરની બહાર જે કૂવો છે, તેમાં ઉતારીને ડૂબકીઓ ખવડાવીએ! મજા પડી જશે!
શત્રુષ્ણે કહ્યું : “કુમાર, તેં મજેદાર યોજના બનાવી!' કૃષ્ણકાંતે કહ્યું : “આપણે એને વરઘોડો કાઢીને નગરની બહાર લઈ જઈશું!'
ઝેરીમલ બોલ્યો : “ગધેડાને કાબરચીતરા રંગો લગાડવાના, શર્માને પણ હું રંગીશ. પછી જોજો મજા કેવી આવે છે. આખા રસ્તે છોકરાઓ ચિચિયારીઓ પાડશે... અને લોકો હસીહસીને લોટપોટ થઈ જશે.'
ગુણસેને કહ્યું : 'ભલે તું શર્માને રંગજે, પણ એના માથે કાંટાનો મુગટ પહેરાવજે અને કરેણનાં ફૂલોની માળા એના ગળામાં નાખજે. એના માથા ઉપર જૂના સૂપડાનું છત્ર ધરાવજે..!”
શત્રુબ નાચી ઊઠ્યો. “બહુ સરસ! કાલનો વરઘોડો અભુત નીકળશે... ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં. નગરના ઇતિહાસમાં આવો પહેલો જ વરઘોડો નીકળશે!'
ઝેરીમલે કહ્યું : “કાલે સવારે જ મારે કાળિયા કુંભાર પાસેથી એનો ધોળિયો લઈ આવવો પડશે અને અગ્નિશર્માને પણ ઉપાડી લાવવો પડશે.”
“ના, ના તું ગધેડો લઈ આવજે, હું શર્માને ઉપાડી લાવીશ.” કૃષ્ણકાંતે કહ્યું, કારણ કે શર્માની મા શર્માને ઘરમાં જ સંતાડી રાખશે. હું એના ઘરમાં જઈને ઉપાડી લાવશ... મને એનો બાપ પણ રોકી શકે એમ નથી.”
તને રોકે એનું આવી જ બન્યું.' શત્રુષ્ણ કૃષ્ણકાંતની ચાપલૂસી કરી. ચારે મિત્રો ખડખડાટ હસી પડ્યા.
ગુણસેને કહ્યું : “જો શત્રુન, કાલે વરઘોડો નીકળે... અરે, વરઘોડો નહીં, “વરગધેડો નીકળે એ પહેલાં તારે બે ઘડી સુધી જોરજોરથી ઢોલ વગાડવાનું છે. બીજા પણ ઢોલ-ત્રાંસા વગાડનારાઓને બોલાવી લાવજે... અને ઝેરીમલ, મજબૂત દોરડું સાથે લેવાનું ભૂલીશ નહીં.”
નહીં ભૂલું.. ખાસ તો એ શર્માના બચ્ચાને ડૂબકીઓ ખવડાવવી છે ને! ઊભો ને ઊભો એને કૂવામાં ઉતારીશ... પછી કુમાર, તમે મજેથી ડૂબકીઓ ખવડાવજો!'
વારાફરતી આપણે ચાર જણા ડૂબકીઓ ખવડાવીશું!' કુમારે ઉદારતા બતાવી! ત્રણે મિત્રોએ કુમારની પ્રશંસા કરી.
નોકરે દૂધના પ્યાલા લાવીને મુક્યા અને ચાંદીની થાળીમાં મીઠાઈ લાવીને મૂકી. સહુએ દૂધ અને મીઠાઈને ન્યાય આપ્યો. સભા બરખાસ્ત થઈ.
૦ ૦ ૦
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only