________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ મહોલ્લામાં કૃષ્ણકાંતે પગ મૂક્યો. ત્યાં જ મહોલ્લાનાં ઘર ટપોટપ બંધ થવા લાગ્યાં. કૃષ્ણકાંતને ઘરો બંધ રહે કે ખુલ્લાં રહે, તેની પરવા ન હતી. તેને તો એક માત્ર યજ્ઞદત્ત પુરોહિતનું ઘર ખુલ્લું જોઈતું હતું. કદાચ બંધ હોય તો તેને ખોલાવતાં એને આવડતું હતું. અને ખરેખર યજ્ઞદત્તનું ઘર બંધ જ હતું. કૃષ્ણકાંતને મહોલ્લામાં પ્રવેશતો જોતાં જ સોમદેવા ભયથી થથરી ગઈ હતી... તેની આંખો પહોળી થઈ ગઈ હતી. તેણે ફટાક દઈને ઘરનાં દ્વાર બંધ કરી દીધાં હતાં. અગ્નિશર્માને ઘરના ઓરડામાં છુપાવી દીધો.
કૃષ્ણકાંતે ઘરનું દ્વાર ખખડાવ્યું. “પુરોહિત, દ્વાર ખોલ.' કોઈ પ્રત્યુત્તર આપતું નથી. પુરોહિત, દ્વાર ખોલે છે કે નહીં?' કોઈ જવાબ મળતો નથી. ‘પુરોહિત, મારે દ્વાર તોડવું પડશે. પછી તું મને દોષ ન દેતો.”
છતાં દ્વાર ખૂલતું નથી. કૃષ્ણકાંતે દ્વારને જોરથી લાત મારી. એક બે અને ત્રણ.. ત્રીજી લાત પડતાં દ્વાર તૂટી પડ્યું. કૃષ્ણકાંત ઘરમાં પ્રવેશ્યો. પુરોહિત થશદત્ત હાથ જોડીને ઊભા હતા. કૃષ્ણકાંતે ત્રાડ પાડી : “ક્યાં છે અમારું રમકડું?”
મહાનુભાવ, બસ હવે રહેવા દો. એ બાળક પર દયા કરો.... એને સતાવો નહીં, ત્રાસ ના આપો.” યજ્ઞદત્તે નમ્ર ભાવે વિનંતિ કરી.
એ બધું મહારાજકુમારની આગળ રોજે... મને અશિર્મા સોંપી દે... ક્યાં છે? એ વિદૂષક જલદી મને સોંપી દે.”
‘ભાઈ, એ બાળકે તમારું શું બગાડ્યું છે? રોજ-રોજ એને ત્રાસ આપો છો... ભગવાન તમને ક્ષમા નહીં કરે...'
સાંભળ પુરોહિત, મારે તારી ભગવાન નથી જોઈતો, એ મને ક્ષમા કરે કે ન કરે, એની મને ચિંતા નથી, મને તું એ રમકડું આપ...બોલ, ક્યાં છુપાવ્યો છે એને? આ ઓરડામાં છે ને? ખોલ એને અને છોકરાને કાઢ બહાર...'
પુરોહિત યજ્ઞદત્તની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. કૃષ્ણકાંતની આગળ એની પ્રાર્થના વ્યર્થ ગઈ. કૃષ્ણકાંતે યજ્ઞદત્તને ચેતવણી આપતાં કહ્યું : “જો પુરોહિત, આજ દિન સુધી મેં તારી મર્યાદા જાળવી છે. તને હાથ અડકાડ્યો નથી. પણ હવે જો વિલંબ કરીશ તો તારી દાદ ફરિયાદ કોઈ સાંભળવાનું નથી, સમજ્યો? ઝટ ઓરડો ખોલ...
ઓરડામાં રહેલી સોમદેવાએ વિચાર્યું : “આ દુષ્ટ, મહારાજા પૂર્ણચંદ્રના સગા ભાઈનો પુત્ર છે. વળી રાજકુમારનો મિત્ર છે. એટલે એ ધારે તે કરી શકે છે. ને શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only